Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ઈ-મેઈલથી ધમકી મળતા તંત્ર દોડયુઃ સર્ચઓપરેશન હાથ ધરાયુ

વડોદરાની એક શાળામાં પણ બોમ્બની ધમકી પછી રજા અપાઈઃ તપાસ શરૂ

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૨૪: વડોદરામાં સ્કૂલ તથા અમદાવાદમાં હાઈકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા તંત્ર સતર્ક થયુ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યુ, પરંતુ હજુ કાંઈ શંકાસ્પદ જણાયુ નથી.

દેશભરમાં છેલ્લા ઘણાં સમયથી અજાણ્યા ઈ-મેઇલ દ્વારા કોઈને કોઈ જાહેર જગ્યાઓને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મોકલી લોકોને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આવી જ એક ઘટના છેલ્લાં બે દિવસથી વડોદરામાંથી સામે આવી રહી છે. જેમાં શાળાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી.

હવે ફરી ગુજરાત હાઈકોર્ટેને પણ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હોવાની માહિતી સામે આવી છે. નોંધનીય છે કે, આ પહેલાં ૯ જૂને પણ ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હતી.

મળતી માહિતી મુજબ, ગુજરાત હાઈકોર્ટને મંગળવારે (૨૪ જૂન) બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે. ધમકી મળતાની સાથે તંત્ર એલર્ટ થઈ ગયું છે. બોમ્બ સ્ક્વોડ સહિતની ટીમ હાઈકોર્ટ સંકુલમાં પહોંચીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી.

નોંધનીય છે કે, આ પહેલાં આ જ મહિને ૯ જૂનના દિવસે હાઈકોર્ટના ઈ-મેઇલ આઇડી પર અજાણી વ્યક્તિએ ઈ-મેઇલ કરી બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપી હતી. ઈ-મેઇલની જાણ થતાં તાત્કાલિક પોલીસને સંપર્ક કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ હાઇકોર્ટ પહોંચી તપાસ શરુ કરી દીધી હતી. પોલીસે હાઇકોર્ટના તમામ દરવાજાઓ બંધ કરી દીધા હતા અને ડોગ-સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે, તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહતી, પરંતુ પોલીસે આ ધમકીને ગંભીરતાથી લીધી હતી અને ઈ-મેઇલ મોકલનાર સુધી પહોંચવા માટે તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે, હજુ એ તપાસમાં કંઈ સામે આવે તે પહેલાં જ એક જ મહિનામાં બીજી વાર હાઈકોર્ટને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી છે.

વડોદરામાં પણ મંગળવારે (૨૪ જૂન) રિફાઇનરી ગુજરાત બોર્ડ સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાનો ધમકીભર્યો મેઇલ મોકલવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને શાળામાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. શાળાના પ્રિન્સિપાલના મેઇલ આઈડી પર આ ધમકી મળી હતી. જેમાં લખ્યું હતું કે, 'સ્કૂલમાં બોમ્બ મુકાયો છે, આ બોમ્બ ફાટશે'. આ મુદ્દે માહિતી મળતાની સાથે જ પોલીસ સહિત બોમ્બ સ્ક્વોડની ટીમે તપાસ હાથ ધરી છે અને તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે શાળામાંથી રજા આપી દેવાઈ છે.

એક દિવસમાં ગુજરાતની બે જગ્યાએ બોમ્બથી ઉડાડી દેવાની ધમકી

આ પહેલાં સોમવારે (૨૩ જૂન) પણ વડોદરાની અન્ય એક નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપવામાં આવી હતી. જોકે, પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમે લગભગ સાડા ત્રણ કલાક તપાસ કર્યા બાદ પણ કશું હાથ લાગ્યું નહતું. ત્યારે આજે ફરી એક દિવસમાં બે જગ્યાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી સામે આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh