Advertisement
Author: નોબત સમાચાર

ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામની ઘોષણા

ઈઝરાયલે ટ્રમ્પ દ્વારા કરાયેલી જાહેરાતને આપ્યુ સમર્થનઃ ઈરાને પ્રારંભિક ઈન્કાર પછી સુર બદલ્યો હોવાની ખબરઃ બાર કલાકમાં અમલઃ

                                                                                                                                                                                                      

વોશિંગ્ટન તા. ૨૪: ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામની અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઘોષણાને ઈઝરાયલે સમર્થન આપ્યુ છે અને કહ્યું છે કે ઈરાન જો યુદ્ધ વિરામનો ભંગ કરશે, તો તેનો જડબાતોડ જવાબ અપાશે. ઈરાનના પરમાણુ મથકોને નષ્ટ કર્યા પછી અમારો ઉદ્દેશ્ય પૂર્ણ થઈ ગયો છે. બીજી તરફ ઈરાને પ્રારંભમાં યુદ્ધિવરામની ઘોષણા નકારી હતી અને આજે સવારે જ ઈઝરાયલ પર સંખ્યાબંધ મિસાઈલો દ્વારા ભીષણ હુમલો કરાયા પછી અસંમજસની સ્થિતિ ઉભી થઈ છે. તાજા અહેવાલો મુજબ ઈરાને પણ કહ્યુ છે કે ઈઝરાયલ હુમલો નહીં કરે તો ઈરાન પણ શાંતિ રાખશે. આમ, યુદ્ધ વિરામ પછી પણ પરસ્પર વિશ્વાસનો અભાવ જોવા મળી રહ્યો છે.

 ઈરાન અને ઇઝરાયલ વચ્ચે આખરે યુદ્ધવિરામ પર સંમતિ સધાઈ ગઈ છે અને તેનો અમલ થઈ ગયો છે. બંને દેશો યુદ્ધનો અંત લાવવા સંમત થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. તેમણે કહૃાું કે, મધ્ય પૂર્વમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. બંને દેશો વચ્ચે છેલ્લા ૧૨ દિવસથી યુદ્ધ ચાલી રહૃાું હતું, સતત હવાઈ હુમલાઓ કરવામાં આવી રહૃાા હતા. જેના કારણે પરિસ્થિતિ વધુ તંગ બની રહી હતી. આ સમયગાળા દરમિયાન બંને પક્ષોને જાન અને માલનું નુકસાન થયું. જોકે, હવે બંને પક્ષો વચ્ચે પરસ્પર સંમતિથી યુદ્ધવિરામ થયો છે.

અમેરિકી રાષ્ટ્રપતિએ કહૃાું છે કે આગામી ૨૪ કલાકમાં યુદ્ધ ઔપચારિક રીતે સમાપ્ત થઈ જશે. અમેરિકન વહીવટીતંત્રે બંને પક્ષોને શાંતિ બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા.ઈરાન દ્વારા ઈઝરાયલ પર કરવામાં આવેલા મિસાઈલ હુમલામાં ૬ નાગરિકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. અગાઉ, ઇઝરાયલી સેનાએ દાવો કર્યો હતો કે ઇરાનના મિસાઇલ હુમલા બાદ ઇઝરાયલના કેટલાક વિસ્તારોમાં સાયરન વગાડવામાં આવ્યા હતા.

એક નવી સોશિયલ મીડિયા પોસ્ટમાં, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો ઇઝરાયલ અને ઈરાન લગભગ એકસાથે મારી પાસે આવ્યા અને કહૃાું, શાંતિ! મને ખબર હતી કે સમય આવી ગયો છે. દુનિયા અને મધ્ય પૂર્વ ખરેખર વિજેતા છે! બંને રાષ્ટ્રો તેમના ભવિષ્યમાં અપાર પ્રેમ, શાંતિ અને સમૃદ્ધિ જોશે. જો તેઓ ન્યાય અને સત્યના માર્ગથી ભટકી જાય તો તેમને ઘણું મેળવવાનું છે અને છતાં, જો તેઓ ન્યાય અને સત્યના માર્ગથી ભટકી જાય તો તેમને ઘણું ગુમાવવાનું છે. ઇઝરાયલ અને ઈરાનનું ભવિષ્ય અમર્યાદિત છે અને મહાન વચનોથી ભરેલું છે. ભગવાન તમને બંનેને આશીર્વાદ આપે!

તે ૫છી એવા અહેવાલો આવ્યા હતા કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભલે ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત કરી હોય, પરંતુ બંને બાજુથી મિસાઇલોનો વરસાદ ચાલુ છે. આજે સવારે ઈરાને એક પછી એક ત્રણ મિસાઈલ છોડી હતી, જેમાં ત્રણ ઈઝરાયલી નાગરિકોના મોત થયા હતા. દરમિયાન, ઇઝરાયલી હુમલામાં ઈરાનના વધુ એક ટોચના પરમાણુ વૈજ્ઞાનિકનો જીવ ગયો છે. ઇઝરાયલના ફાયર એન્ડ રેસ્કયુ સેન્ટરે મંગળવારે સવારે જણાવ્યું હતું કે ઇરાની મિસાઇલના હુમલામાં બેરશેબામાં ત્રણ લોકો માર્યા ગયા હતા. ઘટના બાદ બીરશેબામાં યુનાઇટેડ હટઝાલાહ પેરામેડિક્સ ઘટના સ્થળે પહોંચ્યા. અત્યાર સુધી, અમે ઘણા લોકોને નાની ઇજાઓ માટે સારવાર લેતા જોયા છે. બચાવ કામગીરી ચાલી રહી છે અને ઘાયલોને શોધવા માટે શોધ કામગીરી ચાલી રહી છે. ઉપરાંત, યુનાઇટેડ હત્ઝાલાહ રેઝિલિયન્સ ટીમો ઘટનાસ્થળે ગભરાટમાં ફસાયેલા પીડિતોને મદદ કરી રહી છે, અહેવાલમાં જણાવાયું છે.

એવા અહેવાલો પણ વહેતા થયા હતા કે, ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સીઝફાયર અંગે હજુ પણ સસ્પેન્સ છે. કારણ કે અમેરિકના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સીઝફાયરની જાહેરાત કરી હતી. જેમાં તેમણે કહૃાું હતું કે ઈરાન પહેલા સીઝફાયરનું પાલન કરે પછી ઇઝરાયલ પણ સીઝફાયર લાગુ કરશે. જોકે ટ્રમ્પની જાહેરાતના થોડા કલાક બાદ જ ઇઝરાયલનો દાવો છે કે ઈરાને ઇઝરાયલ પર બેલિસ્ટિક મિસાઈલોથી હુમલો કર્યો. જેમાં ત્રણ લોકો માર્યા ગયા છે.

તાજા મીડિયા અહેવાલો મુજબ ભારતીય સમય મુજબ મધ્યરાત્રિ પછી પરોઢીયે ટ્રમ્પ દ્વારા ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામની ઘોષણા થયા પછી ઈરાને આજે પણ હુમલા ચાલુ રાખ્યા હોવાથી દ્ધિધા ઉભી થઈ હતી, પરંતુ પછીથી ઈઝરાયલ યુદ્ધ વિરામનુ સમર્થન કર્યું અને કહ્યુ કે ઈરાનના પરમાણુ મથકો નષ્ટ કરવાનો તેનો ઉદ્દેશ્ય પુરો થયો છે, પરંતુ જો ઈરાન યુદ્ધ વિરામનો ભંગ કરવાનુ ચાલુ રાખશે, તો વળતો જવાબ અપાશે. બીજી તરફ પ્રારંભમાં યુદ્ધ વિરામનો ઈરાને ઈન્કાર કર્યો હતો, પરંતુ ઈઝરાયલ હુમલા બંધ કરશે, તો ઈરાન પણ શાંતિ જાળવશે, તેવા પ્રકારનુ નિવેદન પણ આપ્યુ હતુ તેથી બન્ને તરફ હજુ વિશ્વાસ ન જોવા મળી રહ્યો છે. જો કે, આ યુદ્ધ વિરામને આવકારતા નિવેદનો પણ આવવા લાગ્યા છે. હવે આગામી ૨૪ કલાકમાં ચિત્ર સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જશે, તેમ જણાય છે.

છેલ્લા  સમાચાર  (બપોરે  ૨  વાગ્યે)

ઈરાન-ઈઝરાયલ  વચ્ચે  તનાતની  હજુ  પણ  યથાવતઃ

ઈરાને સીઝફાયર તોડયુઃ હવે, કરીશુ ભિષણ હુમલોઃ ઈઝરાયલ

તહેરાનમાં તબાહીના સંકેતઃ સીઝફાયર ઉલ્લંઘનનો જોરદાર જવાબ આપવા ઈઝરાયલના રક્ષામંત્રીનો  આઈડીએફને આદેશ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh