Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લાલવાડીના ખૂણા પરથી દારૂની બોટલ, ચપટા સાથે ત્રણ પકડાયાઃ
જામનગર તા. ૨૪: જામનગર-રાજકોટ માર્ગ પર ધ્રોલ નજીક સોયલ ટોલનાકા પાસેથી ગઈકાલે રાત્રે એલસીબીએ એક મોટરમાં જામનગર લઈ અવાતી ઈંગ્લીશ દારૂની ૪૦૮ બોટલ પકડી પાડી છે. તે જથ્થા સાથે જામનગરનો એક શખ્સ ઝડપાયો છે. તેણે બે સાગરિતના નામ આપ્યા છે. લાલવાડી તરફ જવાના રોડ પરથી ત્રણ શખ્સ ઈંગ્લીશ દારૂની તેર બોટલ અને દસ ચપટા સાથે ઝડપાઈ ગયા છે. ગુરૂદ્વારા ચોકડી પાસેથી બે બોટલ સાથે બે શખ્સ મળી આવ્યા છે.
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ધ્રોલ નજીકના સોયલ ટોલનાકા પાસે એક મોટરમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી થઈ રહી હોવાની બાતમી એલસીબીને મળતા ગઈરાત્રે એક વાગ્યે એલસીબી સ્ટાફે પીઆઈ વી.એમ. લગારીયાની સૂચના અને પીએસઆઈ પી.એન. મોરી, સી.એમ. કાંટેલીયાના માર્ગદર્શન હેઠળ વોચ રાખી હતી.
તે દરમિયાન જીજે-૧૦-ઈસી ૯૮૭૭ નંબરની ક્રેટા મોટર પસાર થતા તેને રોકાવી તલાશી લેવામાં આવતા મોટરમાંથી ભારતીય બનાવટના અંગ્રેજી શરાબની ૪૦૮ બોટલ મળી આવી હતી. તે જથ્થા સાથે સ્વામીનારાયણ સોસાયટીમાં રહેતા અશોક પ્રતાપભાઈ પરમાર નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે. આ શખ્સે દારૂનો જથ્થો જામનગરના સાહીલ ફિરોઝ મોદી તથા સદામ સફીયાના કહેવાથી લઈને આવ્યો હોવાની કબૂલાત આપી છે. રૂ.૩૦૪૭૭૬ની કિંમતનો દારૂનો જથ્થો, એક મોબાઈલ, મોટર મળી કુલ રૂ.૧૧૦૯૭૭૬નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
જામનગરના ગુલાબનગર રોડ પર આવેલા રાજપાર્ક સામે ઈન્કમટેક્સ કચેરીના ખૂણા પર ગઈકાલે સવારે ત્રણ શખ્સ એક બાચકામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરીને તેની હેરાફેરી કરવા માટે ઉભા હોવાની બાતમી મળતા સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી ત્યાં ધસી જઈ ચકાસણી કરતા પોરબંદરનો રમેશ ગુલાબભાઈ સોમૈયા, વાપી જિલ્લાના ઉદવાડા ગામના સુનિલ ગોપાલભાઈ રાજ પુરોહિત તથા હાલમાં ઉદવાડામાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના પૃથ્વીનાથ વસંત યાદવ નામના ત્રણ શખ્સને પકડી પાડ્યા હતા.
આ શખ્સોના કબજામાં રહેલા બાચકાની તલાશી લેવાત તેમાથી ઈંગ્લીશ દારૂની ત્રણ મોટી બોટલ તથા ૨૧૦ ચપલા મળી આવ્યા હતા. કુલ રૂ.૪૬ હજારના દારૂના જથ્થા સાથે ત્રણેય શખ્સની ધરપકડ કરવામાં આવી છે.
જામનગરના ગુરૂદ્વારા સર્કલ પાસેથી ગઈરાત્રે પસાર થતાં શિવભદ્રસિંહ પોપટભા ચુડાસમા તથા નયનદીપસિંહ કનકસિંહ જેઠવા નામના બે શખ્સને સિટી બી ડિવિઝનના સ્ટાફે રોકાવી ચેક કરતા આ શખ્સો પાસેથી ઈંગ્લીશ દારૂની બે બોટલ મળી આવી હતી. પોલીસે બંનેની ધરપકડ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial