Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૨૦: ખંભાળિયા પાલિકાની આર્થિક સ્થિતિ નબળી થતાં વીજબીલ ભરવા માટે મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડમાંથી લોન માંગવાનો વારો આવતા એક સમયની રાજ્યની બીજા નંબરની સદ્ધર પાલિકાની આર્થિક સ્થિતિ માટે પ્રશ્નાર્થ સર્જાયો છે.
ત્યારે ખંભાળિયા ઉપરાંત અન્ય પાલિકાઓની પણ આર્થિક સ્થિતિ નબળી હોય લાખોના વીજબીલો બાકી હોવાનું પણ આવ્યું છે.
છેલ્લી સ્થિતિ મુજબ ખંભાળિયા પાલિકા પાસે વીજતંત્ર ૧.૧૪ કરોડ રૂપિયા ભાણવડ નગરપાલિકા પાસે ૬૫.૧૮ લાખ રૂપિયા તથા સલાયા નગરપાલિકા પાસે ૩૬.૯૦ લાખની વીજબીલની રકમો સ્ટ્રીટ લાઈટો તથા પાણી વોટર વર્કસની માંગણી હોવાનું બહાર આવ્યું છે. મોટાભાગની પાલિકાઓમાં વેરા વસુલાત નબળા, જુના જમાનાનું કાટમાળખું હોય સદ્ધર નગરપાલિકાઓ ફાયનાન્સ બોર્ડની ૪ ટકા વ્યાજની રકમમાં ગાડું ગબડાવે તેવી સ્થિતિ થઈ છે. જેમાં પચાસ ટકા ઉપરાંતની પાલિકાઓમાં હાલ વહીવટદાર શાસન ચાલે છે. જેથી પણ કામગીરી ધીમી પડી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial