Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના કોલવા ગામમાં બંધ મકાનમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયોઃ મુદ્દામાલ કબજે

રૂ.૫ લાખ ૧૦ હજારના દાગીના, રોકડ મળી આવ્યાઃ

જામનગર તા. ૧૩: ખંભાળિયાના કોલવા ગામમાં થોડા દિવસ પહેલાં એક આસામીના મકાનમાંથી રૂ.૫ લાખ ૧૦ હજારની દાગીના સહિતની મત્તા ચોરાઈ ગઈ હતી. આ ગુન્હાની તપાસમાં એલસીબીએ કોલવા ગામના જ એક શખ્સને દબોચી લઈ મુદ્દામાલ કબજે કર્યાે છે.

ખંભાળિયા તાલુકાના કોલવા ગામમાં નગાભાઈ રણમલભાઈ નંદાણીયા નામના આસામીના મકાનમાં થોડા દિવસ પહેલાં સોનાના દાગીના તથા રોકડ મળી રૂ.પ લાખ ૧૦ હજારની મત્તાની ચોરી થઈ ગઈ હતી. તેની ફરિયાદ પોલીસમાં થયા પછી તપાસ શરૂ કરાઈ હતી.

તે દરમિયાન એલસીબીએ જુદી જુદી દિશામાં શરૂ કરેલી તપાસમાં કોલવા ગામના સામત ગોવિંદભાઈ કરંગીયા ઉર્ફે કારા નામના શખ્સની આ ચોરીમાં સંડોવણી હોવાની બાતમી મળી હતી. પીઆઈ કે.કે. ગોહિલની સૂચનાથી એલસીબી ટીમ વોચમાં હતી.

તે દરમિયાન ચોરાઉ  દાગીના વેચવા માટે સામત ઉર્ફે કારો મોટી ખોખરી ગામ તરફથી આવી રહ્યો હતો ત્યારે તેને માંઝા ગામના પાટીયા પાસેથી દબોચી લેવાયો હતો. આ શખ્સના કબજામાંથી ચોરાઉ સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૂ.૫ લાખ ૧૦ હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે. આ શખ્સની ઘનિષ્ઠ પૂછપરછ કરાઈ રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh