Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈડી કેસમાં પહેલા જ મળ્યા છે જામીનઃ ૧પ૬ દિવસના જેલવાસ પછી હવે બહાર આવવાનો રસ્તો સાફઃ અદાલતે આકરી શરતો પણ લાદી
નવી દિલ્હી તા. ૧૩: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રિમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કથિત લિકર કૌભાંડ કેસમાં કેજરીવાલને સીબીઆઈના કેસમાં સુપ્રિમ કોર્ટે જામીન આપી દીધા છે. આ પહેલા ઈડીના મામલે પણ કેજરીવાલને જામીન મળી ગઈ હતી. હવે સુપ્રિમ કોર્ટે તેમને સીબીઆઈના મામલે પણ જામીન આપી દેતા કેજરીવાલનો જેલથી બહાર આવવાનો રસ્તો સાફ થઈ ગયો છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લિકર કૌભાંડ કેસમાં સુપ્રિમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. સુપ્રિમ કોર્ટે સીએમ કેજરીવાલને જામીન આપ્યા છે. જિસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ ઉજ્જલ ભૂઈયાની ખંડપીઠે આ નિર્ણય સંભળાવ્યો છે. દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન પર સુપ્રિમ કોર્ટે પહેલાથી જ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. તે પછીની ચર્ચા દરમિયાન પણ સીબીઆઈ અને કેજરીવાલે પોતાની દલીલો રજૂ કરી હતી.
ઉલ્લેખનિય છે કે ઈડીએ કેજરીવાલની ર૧ માર્ચે ધરપકડ કરી હતી. ૧૯૦ દિવસની પૂછપરછ પછી ૧ એપ્રિલે તિહાડ જેલમાં મોકલી દેવામાં આવ્યા હતાં. ૧૦ મે ના ર૧ દિવસ માટે ચૂંટણીના પ્રચાર માટે છોડવામાં આવ્યા હતાં. આ મુક્તિ પ૧ દિવસ જેલમાં રહ્યા પછી મળી હતી. સુપ્રિમ કોર્ટે કેજરીવાલની એક જૂન સુધી છોડવાની મંજુરી આપી હતી. ત્યારપછી ર જૂને કેજરીવાલે તિહાડ જેલમાં સરેન્ડર કર્યું હતું.
આજે ૧૩ સપ્ટેમબરે કેજરીવાલને મુક્તિ મળી છે. એટલે અરવિંદ કેજરીવાલે કુલ ૧૭૭ દિવસ જેલમાં વિતાવ્યા છે. જો ર૧ દિવસની મુક્તિને બાદ કરીએ તો કેજરીવાલે કુલ ૧પ૬ દિવસ જેલમાં વિતાવ્યા છે. હવે તેઓ હરિયાણાની ચૂંટણી પ્રચારમાં ઝંપલાવી શકશે.
નોંધનીય છે કે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાને નવમી ઓગસ્ટે સુપ્રિમ કોર્ટે રાહત આપી હતી. ૧૭ મહિના પછી સિસોદિયા જેલમાંથી જામીન પર બહાર આવ્યા હતાં. કથિત દારૂ નીતિ કૌભાંડ કેસમાં ટ્રાયલ શરૂ થવામાં વિલંબના કારણે સુપ્રિમ કોર્ટે જામીન આપ્યા હતાં.
જો કે, જામીન આપતા પહેલા સુપ્રિમ કોર્ટે અમુક શરત પણ મૂકી છે. જામીન મામલે તેમના પર એ જ શરતો લાગુ છે, જે ઈડીના મામલે જામીન આપતા સમયે લગાવવામાં આવી હતી. જેલમાંથી બહાર આવ્યા પછી કેજરીવાલ મુખ્યમંત્રી કાર્યાલય કે સચિવાલય જઈ શકશે નહીં. કોઈપણ સરકારી ફાઈલ પર સહી કરવાની અનુમતિ અપાઈ નથી. કેસના ટ્રાયલ પર જાહેરમાં કોઈપણ પ્રકારની ટિપ્પણી કરી શકશે નહીં. કોઈપણ સાક્ષી સાથે વાત કરી શકશે નહીં. કેસથી સંલગ્ન ફાઈલ સુધી પહોંચવા પ્રયાસ કરી શકશે નહીં. જરૂર પડે ત્યારે ટ્રાયલ કોર્ટમાં હાજર થઈ તપાસમાં સહયોગ કરવો, એટલે કે ટ્રાયલ કોર્ટમાં ફરજિયાત હાજર થવું પડશે.
કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ કેસમાં પણ જામીન મળી ચૂક્યા છે. હવે સીબીઆઈ કેસમાં જામીન મળ્યા પછી તેમના માટે જેલમાંથી બહાર આવવાનો રસ્તો સાફ થઈ ગયો છે.
હવે, ચૂંટણી પ્રચારમાં ઝંપલાવશેઃ કોને ફાયદો?
કેજરીવાલને જામીન મળતા હવે તે હરિયાણા ચૂંટણી પ્રચારમાં ઉતરશે. જેનાથી આમ આદમી પાર્ટીને ફાયદો થઈ શકે છે. રાજકારણના જાણકાર અનુસાર કેજરીવાલની જામીનથી ભાજપને નુક્સાન ઓછું અને ફાયદો વધારે થશે. અરવિંદ કેજરીવાલના બહાર આવવાથી કોંગ્રેસને નુક્સાન થઈ શકે છે, કારણ કે ભાજપની વિરૂદ્ધ વોટર્સ કોંગ્રેસ અને આપમાં વહેંચાઈ જશે. એવામાં કેજરીવાલની જામીનનો પ્રભાવ હરિયાણામાં જોવા મળી શકે છે, જો કે કેટલાક નિષ્ણાતો પંજાબની જેમ હરિયાણામાં ભાજપની વિરૂદ્ધમાં ભારે મતદાન થવાની સંભાવના જણાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial