Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી તા. ૧પ અને ૧૬ સપ્ટેમ્બરે
જામનગર તા. ૧૩: કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ, ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જામનગર દ્વારા સંચાલિત પ્રતિવર્ષ યુવાનોના સ્વપ્નને સાકાર કરવા, તેમની કલાત્મક અને સર્જનાત્મક શક્તિઓને બહાર લાવી તેને ખીલવવાના દિવ્ય ઉદ્દેશ્ય સાથે જામનગર શહેર તથા જિલ્લા કક્ષાની યુવા ઉત્સવ ર૦ર૪ સ્પર્ધાનું આયોજન તા. ૧પ થી ૧૬-૯-ર૪ દરમ્યાન શ્રી નેશનલ હાઈસ્કૂલ જામનગરમાં કરવામાં આવ્યું છે. તા. ૧પ-૯-ર૪ ના વકતૃત્વ, ડીકલેમેશન, શીઘ્ર વકતૃત્વ નિબંધ, ગઝલ, શાયરી, કાવ્ય, લેખન, પાદપૂર્તિ, સ્ટોરી રાઈટીંગ, ચિત્રકલા, સર્જનાત્મક કારીગરી, પોસ્ટર મેકિંગ, લોકવાર્તા, લોકવાદ્ય, લગ્નગીત, ભજન, લોકગીત, એકપાત્રીય, સમૂહગીત, હળવું કથ્ય સંગીત, તબલા, હાર્મોનિયમ તેમજ તા. ૧૬-૯-ર૪ ના લોકનૃત્ય, ભરત નાટ્યમ અને કથકની સ્પર્ધા યોજાશે. આ યુવા ઉત્સવ સ્પર્ધાના વિગતવાર કાર્યક્રમ માટે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, જિલ્લા સેવા સદન ૪, રૂમ નં.૪ર, રાજપાર્ક પાસે, જામનગરનો સંપર્ક કરી શકાશે. તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી એમ.આઈ. પઠાણની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial