Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટેક્સ કન્સલટન્ટે કરી હતી ફરિયાદઃ
જામનગર તા. ૧૩: જામનગરના ટેક્સ કન્સલટન્ટે જીટીપીએલ સામે વળતર મેળવવા ગ્રાહક ફોરમમાં ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે રૂ.૧ લાખ વ્યાજ સાથે વળતર પેટે ચૂકવી આપવા હુકમ કર્યાે છે આ આસામી સતત છએક દિવસ સુધી ઈન્ટરનેટ બંધ રહેતા ફરિયાદ કરવા માટે આગળ આવ્યા હતા.
જામનગરમાં અગ્રાવત એન્ડ કંપની નામની ટેક્સ કન્સલટન્ટની ઓફિસ ચલાવતા હિમાંશુ અગ્રાવતે પોતાના ઉપયોગ માટે જીટીપીએલ બ્રોડ બેન્ડ વાઈફાઈ કનેક્શન મેળવ્યું હતું. તે દરમિયાન ગઈ તા.૧૯-૬-૨૩ના દિને સંપૂર્ણ રીતે નેટવર્ક ખોરવાઈ જતાં હિમાંશુભાઈ કેટલાક ઈન્કમ ટેક્સ રિટર્ન ભરી શક્યા ન હતા.
આ બાબતે તેઓએ જીટીપીએલના અધિકારી સમક્ષ રજૂઆત કર્યા પછી પણ છએક દિવસ સુધી તેમનું કનેક્શન બંધ રહેવા પામ્યું હતું. આથી નોટીસ પાઠવાઈ હતી. આમ છતાં ઉડાઉ જવાબ આપી કનેકશનનો સમયગાળો પાંચ દિવસ વધારી આપવામાં આવ્યો હતો પરંતુ વળતર ચૂકવાયું ન હતું.
આ બાબતથી નારાજ હિમાંશુભાઈએ જિલ્લા ગ્રાહક ફોરમમાં ફરિયાદ નોંધાવી હતી. તે ફરિયાદ ચાલી જતાં ફોરમે નુકસાન પેટે રૂ.૧ લાખનું વળતર ૯ ટકાના વ્યાજ સાથે ચૂકવી આપવા અને રૂ.૧૦ હજાર ત્રાસ તથા ખર્ચ પેટે અલગથી આપવા જીટીપીએલ ને હુકમ કર્યાે છે. ફરિયાદી તરફથી વકીલ ચંદ્રેશ મોતા, મૈત્રી એમ. ભૂત, સાહીના એફ. દલ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial