Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના એમ્યુઝમેન્ટ પાર્કમાં ચેકીંગ માટે ગયેલી મનપાની ટીમને ઘેરીને વેપારીઓએ તતડાવી નાંખી !

સફાઈના ઠેકાણા નથી ને દંડ વસુલતા શરમ નથી આવતી ?

જામનગર તા. ૧૩: જામનગર મહાનગરપાલિકાની ટીમ ગઈકાલે એમ્યુઝમેન્ટ પાર્ક વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક, જાહેરમાં ન્યુસન્સ ફેલાવવા વગેરે અંગે ચેકિંગમાં હતી ત્યારે એક દુકાનદારને દંડ ફટકારવા જતા આજુબાજુના વેપારીઓ એકત્ર થઈ ગયા હતા અને મનપાની ટીમને  ઘેરી લીધી હતી અને ગામમાં કચરો ઉપડતો નથી અને અહિં કચરાના દંડ માટે આવ્યા છો ? તમને શરમ નથી આવતી? તેવું સંભળાવી દિધું હતું. સીંગલ યુઝ પ્લાસ્ટિક ગલાસનો ઉપયોગ થતો હોવાનું જાણવા મળ્યું છે.

એમ્યુઝમેન્ટ પાર્ક વિસ્તારમાં ગઈસાંજે મહાનગરપાલિકાની ટીમ ચેકિંગ માટે ગઈ હતી આ સમયે ગાંધી સોડા શોપ નજીક જાહેર રોડ ઉપર કચરો જોવા મળતા મનપાના અધિકારી ગોપાલ સરધારાએ દંડ વસુલવાની તજવીજ કરતા વેપારીઓમાં રોષ ફેલાયો હતો અને મહાનગરપાલિકા દ્વારા પૂરતી સફાઈ થતી નથી અને તમો કચરાનો દંડ વસુલવા આવ્યા છો? શરમ છે કે નહીં ? આ સમયે વેપારીએ મનપાની ટીમને ઘેરી લીધી હતી. સફાઈના ઠેકાણા નથી અને કચરાના દંડ વસુલતી મહાનગરપાલિકા સામે અનેક સવાલો ઉભા થયા છે.બીજી તરફ એવું પણ જાળવા મળ્યું હતું કે વેપારીની દુકાનમાંથી પ્રતિબંધિત સીંગલ યુઝ પ્લાસ્ટિકના ગ્લાસ મળ્યા હતાં જો કે આ અંગે કોઈ સતાવાર જાહેરાત કરાઈ હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh