Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૩: જામનગર જિલ્લાને રાષ્ટ્રીય સ્તરે-૧, બ્રોન્ઝ, રાજ્ય સ્તરે પ ગોલ્ડ, પ સીલ્વર, ૬ બોન્ઝ મેળવી ગૌરવ અપાવનાર મનોદિવ્યાંગ-ર, અસ્થિવિષયક-૧૦, સેરેબ્રલ પાલસી- ૧ સહિત કુલ-૧૩ ખેલાડીનું મેયર/મેયર/ ધારાસભ્ય/કમિશનર સહિતના મહાનુભાવોના વરદ હસ્તે સ્વાતંત્ર્યદિન સમારોહમાં સન્માન કરાયું. જામનગર મહાનગર પાલિકા જામનગર દ્વારા ૭૮મા સ્વાતંત્ર્યદિનની ઉજવણી વોર્ડ નં.૧૧, લાલવાડી શાળા નં. ૧, જામનગરમાં કરવામાં આવેલ જેમાં આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ, અને પેરા સ્પોર્ટસ એસો. જામનગરના રાષ્ટ્રીય સ્તરે જામનગર જિલ્લાને ગૌરવ અપાવનાર દિવ્યાંગ ખેલાડીઓ પૈકી રાષ્ટ્રીય સ્તરે મનોદિવ્યાંગ આકાશ વડગામા (૧૦૦ મી. દોડ-બ્રોન્ઝ), રાજ્ય સ્તરે ગોલ્ડ મેડલ અસ્થિવિષયક ચંદ્રેશભાઈ બગડા (ઉંચી કૂદ), કુલસુમબેન શેખ (ચક્ર/ભાલાફેક), આરતીબેન ધમસાણીયા (ભાલા ફેંક ગોલ્ડ/ચક્ર ફેંક સીલ્વર), બીપીનભાઈ અમૃતીયા (ચક્ર ફેંક), સીલ્વર મેડલ કાંતાબેન કણઝારીયા (ગોળાફેંક), ધારકભાઈ ડઢાણીયા (ગોળાફેંક), જયદીપભાઈ રાતડીયા (ચક્રફેંક સીલ્વર/ગોળાફેંક બ્રોન્ઝ), બ્રોન્ઝ મેડલ દિપકભાઈ સંચાણીયા (ચક્રફેંક), રસિકસિંહ જાડેજા (ચક્ર/ભાલાફેંક), શિવદાસભાઈ ગુજરીયા (ગોળાફેંક), મનોદિવ્યાંગ હીરેનભાઈ ગોહિલ (બોચી), સેરેબ્રલ પાલસી પુનીતભાઈ ઓઝા (સિલ્વર મેડલ) મેળવી જામનગર જિલ્લાનું રાષ્ટ્રીય/રાજ્ય સ્તરે ગૌરવ વધારનાર દિવ્યાંગ ખેલાડીઓને ખાસ આમંત્રિત કરી જામનગર મહાનગરપાલિકાના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ધારાસભ્યો રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, કમિશનર ડી.એન. મોદી સહિતના મહાનુભાવોના વરદ હસ્તે જાહેર સન્માન કરી દિવ્યાંગ સમુદાયને સમાજની મુખ્યધારામાં સમાવેશ કરવાના સરકારના અભિગમને આગળ ધપાવેલ હોવાનું આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ, જામનગરએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial