Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારે વરસાદમાં ધોવાઈ ગયેલા
જામનગર તા. ૧૩: થોડા દિવસો પહેલા સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદના કારણે ખૂબ જ તારાજી સર્જાઈ હતી જેમાં ઘણાંબધા વિસ્તારોમાં રોડ-રસ્તાઓ ધોવાઈ ગયા હતા જેને લઈ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તાજેતરમાં માત્ર શહેરી વિસ્તારના ૪૩ ધારાસભ્યોને રોડ-રસ્તાઓ માટે વધારાની ર કરોડની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા જામજોધપુર-લાલપુરના ધારાસભ્ય હેમંત ખવા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી ગ્રામ્ય વિસ્તારની અવગણના બદલ રોષ ઠાલવવામાં આવ્યો છે.
શહેરી વિસ્તારના ૪૩ ધારાસભ્યોને રોડ-રસ્તાઓ માટે વધારાની ર કરોડની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જે ખૂબ સારી બાબત પરંતુ 'સૌનો સાથ સૌનો વિકાસ'ની વાતો કરતી સરકારનો અભિગમ ગ્રામ્ય વિસ્તાર પ્રત્યે ઉદાસીન રહ્યો છે. જે ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકો સાથે હળાહળ અન્યાય છે.
ગામડાઓના રસ્તાઓ દસ દસ વર્ષ સુધી નવા બનાવવામાં આવતા નથી, જ્યારે શહેરી વિસ્તારમાં સમયાંતરે નવા રસ્તાઓ બનાવવામાં આવે છે. દર વર્ષની જેમ ગત વર્ષે બજેટમાં પણ ગ્રામ્ય વિસ્તાર સાથે અન્યાય થયો હતો. ગત વર્ષે શહેરી વિસ્તારોમાં ટોટલ બજેટ ૬.૩ ટકા ફાળવવામાં આવ્યા હતા જેની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારમાં ટોટલ બજેટના માત્ર ર.૯ ટકા જ ફાળવવામાં આવ્યા હતાં.
ચાલુ વર્ષે ચોમાસા દરમ્યાન સૌથી વધુ રોડ-રસ્તાઓ ધોવાઈ જવા કે તૂટી જવાના બનાવો ગામડાઓમાં બન્યા છે તેમ છતાં ગામડાઓની અવગણના કરવામાં આવી છે અને ગ્રામ્ય વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા ધારાસભ્યોને રોડ-રસ્તાઓ માટેની વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી. આથી શહેરી વિસ્તારની જેમ ગ્રામ્ય વિસ્તારને પણ આ વધારાની ગ્રાન્ટ ફાળવવી જોઈએ. જો ગ્રામ્ય વિસ્તારમાં ગ્રાન્ટ ફાળવવામાં નહીં આવે તો પ્રજાને સાથે રાખી આંદોલનાત્મક કાર્યવાહી કરવી પડશે તેવી ચીમકી આપી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial