Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં તાલુકાકક્ષાએ આધારકાર્ડ અપગ્રેડ કામગીરી બંધ થતા લોકોને હાલાકી

સુધારા-વધારા નહીં થતા યોજનાઓનો લાભ મળતો નથી

ખંભાળીયા તા. ૧૩: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચારેય તાલુકાઓમાં આધારકાર્ડ અપડેટની કાર્યવાહી બંધ થઈ જતાં કેબિનેટ મંત્રી અને કલેકટરને રજૂઆતો કરાઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ચારેય ચાલુકાઓમાં ખંભાળીયા, દ્વારકા, કલ્યાણપુર તથા ભાણવડમાં આધારકાર્ડ અપડેટ તથા સુધારાની કામગીરી કેટલાક દિવસથી બંધ થઈ જતાં લોકો ભારે પરેશાન થઈ ગયા છે.

હાલ ડિઝીટલ યુગમાં શિષ્યવૃત્તિ માટે, આંગણવાડી, શાળામાં તથા સરકારી યોજનાનો લાભ મેળવવા માટે આધાર અપડેટ સાથે જરૂરી હોય બાળકોના નામ સરનામા, સુધારાના થતાં બાળકોના વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે તો કયાંક યોજનાનો લાભ જતો કરવો પડે સમય મર્યાદા આવી જાય તેવી પણ સ્થિતિ થાય છે.

ખંભાળીયા મામલતદાર વિક્રમ વરૂએ આ બાબતે જણાવેલ કે આધારકાર્ડમાં ક્ષતિઓ થવાથી ઉપરથી મોટી રકમની પેનલ્ટી આવે છે જે કેટલીક વખત કોમ્પ્યુટર ઓપરેટરોના પગાર જેટલી થતાં ઓપરેટરો મુશ્કેલીમાં મૂકાઈ જતાં આ કાર્યવાહી હાલ બંધ છે.

જો કે જાગૃત નાગરિકો દ્વારા જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યા તથા રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાને આ બાબતે રજુઆત કરતા તેમણે  સત્વરે ચાલુ કરવા તંત્રને આદેશ કર્યો છે.

આધારકાર્ડમાં કેટલાક અત્યંત જરૂરી સુધારા નામ, સરનામા માં ના થતા આધારકાર્ડ સરકારી યોજનાઓમાં માન્ય ના રહેતું હોય ભારે પરેશાની થાય છે જેનો સત્વરે હલ લાવવા માંગ કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh