Advertisement
Author: નોબત સમાચાર

નવી વેરાવળના યુવાને બે દિવસ ગૂમસૂમ રહ્યા પછી ઝેરી દવા પી આત્મહત્યા

જામનગર તા. ૧૩: લાલપુરના નવી વેરાવળ ગામમાં રહેતા એક યુવાને ગઈકાલે ઝેરી દવા પી લીધી હતી. તેઓનું સારવાર કારગત નિવડે તે પહેલાં મૃત્યુ નિપજ્યું છે. આ યુવાને પ્રેમસંબંધમાં કંઈ બનતા માઠું લગાડી વિષપાન કર્યાનંુ તેમના મોટાભાઈએ પોલીસ સમક્ષના નિવેદનમાં જણાવ્યું છે. પોલીસે નિવેદન પરથી તપાસ હાથ ધરી છે.

લાલપુર તાલુકાના નવી વેરાવળ ગામમાં વસવાટ કરતા ભરતભાઈ પરબતભાઈ કરમુર નામના ત્રીસ વર્ષના આહિર યુવાને ગઈકાલે સાંજે પોતાના ઘરે કોઈ ઝેરી દવા પી લીધી હતી. તેની જાણ થતાં પરિવારે બેશુદ્ધ બની ગયેલા ભરતભાઈને સારવાર માટે જામનગર ખસેડ્યા હતા.

આ યુવાનને જી.જી. હોસ્પિટલમાં લાવવામાં આવ્યા જયાં ફરજ પરના તબીબે તેઓને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કરતા પોલીસને જાણ કરવામાં આવી હતી. દોડી આવેલા લાલપુરના જમાદાર એ.એમ. જાડેજાએ મૃતદેહને પી.એમ. માટે ખસેડી મૃતકના મોટાભાઈ ભીખાભાઈ પરબતભાઈ કરમુરનું નિવેદન નોંધ્યું છે.

નિવેદનમાં જણાવવામાં આવ્યા મુજબ ભરતભાઈ કોઈ યુવતી સાથે પ્રેમસંબંધમાં બંધાયેલા હતા. તે સંબંધમાં સંભવિતઃ રીતે કંઈ બન્યું હોવાથી છેલ્લા બે દિવસથી આ યુવાન ગુમસુમ રહેતા હતા અને તે દરમિયાન ગઈકાલે સાંજે ભરતભાઈએ ઝેરી દવા પી લીધા પછી તેઓનું મૃત્યુ થયું છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી કાર્યવાહી કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh