Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પીજીવીસીએલની ઢગલાબંધ ટીમો ઉતારવામાં આવી, છતાં
ખંભાળીયા તા. ૧૩: ખંભાળીયા ગ્રામ્ય પંથકમાં પીજીવીસીએલની ઢગલાબંધ ટીમો ઉતારાઈ છતાં સ્થિતિ એની એ જ રહેતા ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિભારે વરસાદની ખાનાખરાબી થતાં પીજીવીસીએલના તંત્ર દ્વારા તાકીદે મોટી સંખ્યામાં અન્ય જિલ્લાઓમાંથી ટીમો મોકલીને સમારકામ શરૂ કરાયું હતું પરંતુ હાલ પણ આવડી ટીમોની કામગીરી પછી પણ ખંભાળીયાના ગ્રામ્ય પંથકમાં વીજ વાયરો લટકવા, વાયર પર વૃક્ષો, સાધનો તુટેલા, અસ્તવ્યસ્તની સ્થિતિ રહેતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાય છે.
ખંભાળીયા તાલુકાના કેશોદ એગ્રીકલ્ચર ફીડરમાં સતત એક કલાક પણ પાવર ચાલુ ના રહેતો હોય વારંવાર વીજ પુરવઠો ખોરવાતા તથા વોલ્ટેજ વધઘટ થતાં રોજ દરેક ગામમાં ૮-૧૦ ખેડૂતોની ઈલેકટ્રીક મોટરો સળગી જવાનું થતાં ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ થઈ છે. વરસાદ હવે ના આવતા મગફળીને છેલ્લા પાણી પીવડાવા પડે તેમ છે ત્યારે જ વીજ પુરવઠો રેગ્યુલર નથી આવતો તો ઈલેકટ્રીક મોટરો બળી જતાં રીપેરીંગ વાળાને ત્યાં કતારો લાગી છે.
આ બાબતે અગ્રણી દ્વારા જિલ્લા કલેકટર તથા પીજીવીસીએલની સુપ્રિ. ઈજનેર જામનગર તથા કાર્યપાલક ઈજનેરને જાણ કરતા તેમના દ્વારા વધુ ટુકડી મંગાવીને કામ પૂર્વવત કરી વીજ પુરવઠો ફરીથી યોગ્ય રીતે ચાલુ થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે. ગ્રામ્ય પંથકમાં ખેતીવાડી વીજ જોડાણોવાળા ખેડૂતોને છેવટે વીજળીની જરૂર પડી છે ત્યારે વીજળી વેરણ થતાં ભારે પરેશાની થઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial