Advertisement
Author: નોબત સમાચાર

હાપામાં ગણેશ મહોત્સવ નિમિત્તે પ્રસાદી ખાધા પછી ૧૦૦ લોકોને ફૂડ પોઈઝનીંગ

હોસ્પિટલમાં રાત્રે એકસાથે દર્દીઓ આવતા તત્કાળ સારવાર શરૂ કરાઈઃ આજે બપોરે બે બાળકો સારવાર હેઠળ હતાં

જામનગર જિલ્લાના હાપા વિસ્તારમાં ગઈ રાત્રે ગણેશ મહોત્સવ નિમિત્તે પ્રસાદી ખાધા પછી અસંખ્ય લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતાં. આ સમયે ખાટલા ખૂટી પડે તેવા દૃશ્યો પણ નજરે ચઢ્યા હતાં. જામનગર નજીકના હાપા ગામની એલગન સોસાયટીમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સમયે ગત્ રાત્રે મસાલાવાળા ભાતની પ્રસાદી ખાધા પછ લગભગ ૧૦૦ લોકોને ફૂડ પોઈઝનની અસર થતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. એક સાથે બહોળી સંખ્યામાં દર્દીઓ આવી ચઢતા ખાટલા ખૂટી પડ્યા હતાં. આથી અમુકને જમીન ઉપર સુવડાવીને સારવાર આપવાની ફરજ પડી હતી. આ દર્દીઓમાં મહિલાઓ-બાળકોનો પણ સમાવેશ થાય છે. તરત જ હોસ્પિટલમાં તમામની સારવાર શરૂ કરવામાં આવી હતી અને પ્રાથમિક સારવાર પછી અનેકને રજા આપી દેવામાં આવી હતી. હાલ બે બાળકો સારવાર હેઠળ છે. આ અંગેની જાણ થતા જ સમસ્ત તળપદા કોળી સમાજના પ્રમુખ હિતેષ બાંભણિયા, કોર્પોરેટર જીતેન્દ્ર શિંગાળા વગેરે પણ દોડી ગયા હતાં અને જરૂરી મદદમાં જોડાયા હતાં, જ્યારે આજે ફૂડ વિભાગ દ્વારા આ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. જામનગર મહાનગરપાલિકા ફૂડ શાખાના અધિકારી ડી.બી. પરમાર આજે ટીમ સાથે હાપા પહોંચ્યા હતાં અને ભાત, પાણી વગેરેની ચકાસણી કરી તેના નમૂના લીધા હતાં. આ ઉપરાંત પોલીસ ટીમ પણ તપાસ માટે પહોંચી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh