Advertisement
Author: નોબત સમાચાર

શિવરાજપુરમાં તા. ૧૮મી સપ્ટેમ્બરે યોજાશે ભાદરવી પૂનમનો પરંપરાગત મલ્લ-કુસ્તી મેળો

કોમી એખલાસના પ્રતીકઃ પાંચ સદીથી થતું આયોજન

દ્વારકા તા. ૧૩: શિવરાજપુરમાં ભાદરવી પૂનમના  પરંપરાગત મલ્લ-કુસ્તી મેળો યોજાશે. હઝરતવલી જાકુપીર ડાડા દરગાહે ચાલતી હિન્દુ-મુસ્લિમ કોમી એખલાસના પ્રતીક સમાન પ૦૦ વર્ષ જૂની પરંપરા અંતર્ગત આ આયોજન થશે.

દ્વારકા નજીક શિવરાજપુર ગામે અવોલ હઝરત જાકુપીર ડાડાની દરગાહના પટાંગણમાં આ વર્ષે પણ તા. ૧૮-૯-ર૦ર૪, બુધવારના ભાદરવી પૂનમના સ્થાનીય રણબંકાઓના શૌર્યનું કૌશલ્ય દેખાડતા મલ્લ-કુસ્તી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. મલ્લ-કુસ્તી મેળો એ આપણી સંસ્કૃતિના રામાયણ-મહાભારત કાળની આગવી ઓળખ છે. સ્થાનીય વયોવૃદ્ધ વડીલોના મતે આ મલ્લ-કુસ્તી મેળો આશરે પ૦૦ વર્ષ ઉપરાંતથી રાજાશાહી વખતથી પરંપરાગત રીતે થતો આવ્યો છે. જેમાં ઓખામંડળના પૌરાણિક ઈતિહાસમાં પણ આ કુસ્તી મેળામાં ભાગ લેનાર શુરવીરોમાંથી સેનામાં ભરતી થતી હોવાની પ્રચલિત લોકવાયકા છે.

આ કુસ્તી મેળાની વિશેષતા એ છે કે, અહીં ઓખામંડળ તેમજ બારાડી, બરડા પંથકના સ્થાનીય હિન્દુઓ તથા મુસ્લિમ બિરાદરો એક જ સ્થળે પોતપોતાનું શૌર્ય કૌશલ્ય દેખાડવા દર વર્ષની ભાદરવી પૂનમે એકઠા થાય છે, જે નિહાળવા પણ હજારો ગ્રામીણો એકઠા થાય છે. હિન્દુ-મુસ્લિમ કોમી એખલાસના પ્રતીક સમી પૌરાણિક પરંપરા પ૦૦ વર્ષ પછી પણ જળવાય રહી છે. આધુનિક સમયમાં પણ પૌરાણિક પરંપરા આયોજકો દ્વારા તૈયાર કરાયેલ પરંપરાગત નિયમો અનુસાર મલ્લ-કુસ્તી યોજવામાં આવે છે.

શિવરાજપુરમાં સ્થાનીય ગ્રામજનો દ્વારા શિવરાજપુર, મોજપ તેમજ મકનપુર ગામોના સહયોગથી બુધવારે સવારે ૧૧.૩૦ થી સાંજે ૪.૩૦ સુધી હઝરતવલી જાકુપીર ડાડાની દરગાહે આ પારંપરિક મલ્લ-કુસ્તી મેળા-ર૦ર૪ યોજાનાર છે. જેમાં મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડતા હોય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh