Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લગ્નની લાલચ આપી અપહરણ કરી લીધુ હતું:
જામનગર તા. ૧૩: ખંભાળિયા તાલુકાના સોઢા તરઘડી ગામના એક શખ્સે પોણા બે વર્ષ પહેલાં એક સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીને ૧૦ વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યાે છે. ભોગ બનનાર સગીરાને વળતર પેટે રૂ.૧ લાખ ચૂકવવામાં આવશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા તાલુકાના સોઢા તરઘડી ગામમાં રહેતો જયરાજસિંહ રામસંગ જાડેજા (ઉ.વ.૨૪) નામનો શખ્સ ગઈ તા.૨૮-૧૨-૨૦૨૨ના દિને એક સગીરાને પોતાની સાથે લગ્નની લાલચ આપી નસાડી ગયો હોવાની ફરિયાદ પોલીસમાં થઈ હતી. પોલીસે ગુન્હો નોંધી શરૂ કરેલી તપાસમાં આરોપી ઝડપાઈ ગયો હતો.
ત્યારપછી સગીરાની મેડિકલ ચકાસણી કરાવાતા તેણી પર દુષ્કર્મ ગુજારાયાનું ખૂલ્યું હતું. પોલીસે આઈપીસી ૩૬૩, ૩૬૬, ૩૭૬, પોક્સો એક્ટની કલમ હેઠળ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી તેની સામે ચાર્જશીટ કર્યુ હતું.
ઉપરોક્ત કેસ ખંભાળિયાની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકાર પક્ષે ફરિયાદી, તબીબ સહિતની જુબાનીઓ રજૂ કરી હતી. બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપી જયરાજસિંહ રામસંગ જાડેજાને તક્સીરવાન ઠરાવી આઈપીસી ૩૬૩ના ગુન્હામાં ત્રણ વર્ષની સખત કેદની સજા, રૂ.૨૫૦૦નો દંડ, ૩૬૬ના ગુન્હામાં પાંચ વર્ષની કેદ, રૂ.પ હજારનો દંડ, આઈપીસી ૩૭૬ તથા પોક્સો એક્ટની કલમ ૩ (એ), ૪, ૧૮માં આરોપીને ૧૦ વર્ષની સખત કેદની સજા અને રૂ.૧૦ હજારનો દંડ ફટકાર્યાે છે. ભોગ બનનાર સગીરાને કમ્પેઈન્સેશનમાંથી રૂ.૧ લાખનું વળતર ચૂકવવામાં આવશે. સરકાર તરફથી ડીજીપી લાખાભાઈ ચાવડા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial