Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના કસ્તુરબા વિકાસગૃહમાં ઉછરી રહેલા
જામનગર તા. ૧૩: કલેક્ટર કચેરીના સંભાખડમાં જિલ્લા કલેકટર ભાવીન પંડ્યા દ્વારા જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહમાં ઉછરી રહેલ ત્રણ શિશુઓને દત્તક વિધાન થકી વડોદરા તથા કચ્છના દંપતીઓને સોંપાયા હતા. આમ સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટીના માધ્યમથી જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહના ત્રણ શિશુઓને માં-બાપની હુંફ મળી છે, તો વડોદરા અને કચ્છના ત્રણ પરિવારો સંપૂર્ણ બન્યાં છે. કચ્છના એક તથા વડોદરાના બે દંપતિઓએ જામનગરના આ ત્રણ બાળકોને સ્વીકારવાની તત્પરતા દર્શાવતા જિલ્લા કલેકટર ભાવીન પંડ્યાના આદેશ બાદ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગે તમામ કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કરી આ બાળકોને કલેક્ટરના હસ્તે દત્તક વિધાન થકી તેના વાલીઓને સોંપવામાં આવ્યા હતા.
દત્તક વિધાનવેળાએ બાળકને દત્તક લેનાર વડોદરાના વાલીએ હર્ષભેર જણાવ્યું હતુ કે બાળક દત્તક લેવા અંગે અમે નોંધણી કરી ત્યારથી લઈ અમને બાળક મળ્યું ત્યાં સુધી સ્થાનિક તંત્ર તથા કસ્તુરબા વિકાસ ગૃહે અમને ખૂબ જ મદદ કરી. સરકારના વિવિધ વિભાગોએ અમને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ખૂબ સહકાર આપ્યો. તેમના આ સહકારને કારણે આજે અમારો પરિવાર પરિપૂર્ણ થયો છે. તેમ જણાવી દરેક અનાથ બાળકને વાલીરૂપી નાથ મળે તેવી મંગલકામના વ્યક્ત કરી હતી.
વડોદરાના જ અન્ય એક વાલીએ જણાવ્યું કે અમે આજથી ત્રણ વર્ષ પહેલા સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટીના માધ્યમથી બાળક દત્તક લેવાની પ્રક્રિયા શરૂ કરી હતી. અને આજે અમને બાળક નહી પરંતુ ખુશીઓ મળી છે. આજે અમારો પરિવાર સંપૂર્ણ બનતા અમે ખૂબ જ ખુશ છીએ. આજે દુનિયામાં અનેક એવાં નિરાધાર બાળકો છે કે જેમને વાલીની જરૂર છે જ્યારે અનેક એવાં દંપત્તી પણ છે કે જેઓ સંતતિ સુખથી વંચિત છે. ત્યારે આ પ્રકારની મદદ બંને માટે આશીર્વાદરૂપ છે. તેમ જણાવી આવા બાળકોને યોગ્ય વાલી મળે અને ફરી તેનું જીવન મહેકી ઉઠે તે માટે જહેમત ઉઠાવનાર જિલ્લા વહીવટી તંત્ર જામનગર, બાળ કલ્યાણ સમિતિ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તથા કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહનો આભાર વ્યક્ત કર્યો હતો.
દત્તક વિધાન વેળાએ અધિક કલેક્ટર બી.એન. ખેર, સમાજ સુરક્ષા અધિકારી શ્રી પ્રાર્થનાબેન શેરશિયા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર.જે. શિયાર, બાળ કલ્યાણ સમિતિના ચેરમેન ભાવિનભાઈ ભોજાણી તથા સમિતિના સભ્યો, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના પ્રમુખ કરશનભાઇ ડાંગર તથા કર્મચારીઓ, ખાસ દત્તક સંસ્થાના મેનેજર ઉર્વીબેન સીતાપરા તથા કર્મચારી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial