Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ.૫ લાખ ૧૦ હજારના દાગીના, રોકડ મળી આવ્યાઃ
જામનગર તા. ૧૩: ખંભાળિયાના કોલવા ગામમાં થોડા દિવસ પહેલાં એક આસામીના મકાનમાંથી રૂ.૫ લાખ ૧૦ હજારની દાગીના સહિતની મત્તા ચોરાઈ ગઈ હતી. આ ગુન્હાની તપાસમાં એલસીબીએ કોલવા ગામના જ એક શખ્સને દબોચી લઈ મુદ્દામાલ કબજે કર્યાે છે.
ખંભાળિયા તાલુકાના કોલવા ગામમાં નગાભાઈ રણમલભાઈ નંદાણીયા નામના આસામીના મકાનમાં થોડા દિવસ પહેલાં સોનાના દાગીના તથા રોકડ મળી રૂ.પ લાખ ૧૦ હજારની મત્તાની ચોરી થઈ ગઈ હતી. તેની ફરિયાદ પોલીસમાં થયા પછી તપાસ શરૂ કરાઈ હતી.
તે દરમિયાન એલસીબીએ જુદી જુદી દિશામાં શરૂ કરેલી તપાસમાં કોલવા ગામના સામત ગોવિંદભાઈ કરંગીયા ઉર્ફે કારા નામના શખ્સની આ ચોરીમાં સંડોવણી હોવાની બાતમી મળી હતી. પીઆઈ કે.કે. ગોહિલની સૂચનાથી એલસીબી ટીમ વોચમાં હતી.
તે દરમિયાન ચોરાઉ દાગીના વેચવા માટે સામત ઉર્ફે કારો મોટી ખોખરી ગામ તરફથી આવી રહ્યો હતો ત્યારે તેને માંઝા ગામના પાટીયા પાસેથી દબોચી લેવાયો હતો. આ શખ્સના કબજામાંથી ચોરાઉ સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૂ.૫ લાખ ૧૦ હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે. આ શખ્સની ઘનિષ્ઠ પૂછપરછ કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial