Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભારતના આકરા વલણથી ડ્રેગન ઢીલુંઢફ!
નવી દિલ્હી તા. ૧૩: ચીન સાથે એલએસી પર ૭પ ટકા વિવાદ ઉકેલાઈ ગયો હોવાનો દાવો કરતા વિદેશમંત્રીએ જણાવ્યું છે કે, સરહદે શાંતિ છે. ટેન્શન ઘણું ઘટી ગયું છે. ભારતના આકરા વલણથી ડ્રેગન નરમ પડ્યું છે.
લદ્દાખમાં હિંસક અથડામણ બાદ ભારત પ્રાચીન સંબંધો પાટા પર આવે તેવી શકયતાઓ છે. આ માટે ભારત દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પૂર્વી લદ્દાખમાં સરહદ મુદ્દે, વિદેશ મંત્રી એસ જયશંકરે ગુરૂવારે કહ્યું હતું કે સૈનિકો પાછા ખેંચવા સંબંધિત સમસ્યાઓ લગભગ ૭પ ટકા હલ થઈ ગઈ છે પરંતુ સૌથી મોટો મુદ્દો સરહદ પર વધતું લશ્કરીકરણ છે. તેમણે સ્વિત્ઝરલેન્ડ થિંક ટેન્ક જિનીવા સેન્ટર ફોર સિક્યુરિટી પોલિસી સાથે સંવાદ સત્રમાં આ વાત કહી.
જયશંકરે કહ્યું કે જૂન ર૦ર૦માં ગલવાન ખીણમાં હિંસક અથડામણોએ ભારત પ્રાચીન સંબંધો પર એકંદરે અસર કરી હતી. તેમણે કહ્યું કે સરહદ પર હિંસા પછી કોઈ એવું ન કહી શકે કે અન્ય સંબંધો તેનાથી અછૂત છે. વિદેશ મંત્રીએ કહ્યું કે સમસ્યાનો ઉકેલ શોધવા માટે બંને પક્ષો વચ્ચે વાતચીત ચાલી રહી છે.
તેમણે કહ્યું, વાતચીત ચાલી રહી છે. અમે થોડી પ્રગતિ કરી છે તેમ લગભગ કહી શકો છો કે સૈનિકો પાછા ખેંચવા સંબંધિત લગભગ ૭પ ટકા સમસ્યાઓ હલ થઈ ગઈ છે. આપણે હજુ પણ કેટલીક બાબતો કરવાની છે પરંતુ સૌથી મોટો મુદ્દો એ છે કે આપણે બંનેએ આપણી સેનાઓને એકબીજાની નજીક લાવી છે અને આ અર્થમાં સરહદનું લશ્કરીકરણ કરવામાં આવી રહ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial