Advertisement
Author: નોબત સમાચાર

હિંડનબર્ગનો કોર્પોરેટ બોમ્બઃ સ્વિસ બેંકમાં અદાણીના રૂ. ર૬૦૦ કરોડ જપ્ત

મનીલોન્ડ્રીંગ-છેતરપિંડીની તપાસ હેઠળ કાર્યવાહીનો દાવો

નવી દિલ્હી તા. ૧૩: સ્વિસ બેંકોમાં અદાણીના રૂ. ર૬૦૦ કરોડ જપ્ત થયા હોવાનો હિંડનબર્ગે અદાણી ગ્રુપ સામે વધુ એક કોર્પોરેટ બોમ્બ ફોડ્યો છે અને મની લોન્ડ્રીંગ-છેતરપિંડીની તપાસ હેઠળ કાર્યવાહી થયાનો દાવો કર્યો છે, જો કે અદાણી ગ્રુપે દાવાઓ ફગાવ્યા છે.

હિંડનબર્ગ રિસર્ચ અદાણી ગ્રુપ પાછળ આદુ ખાઈને પડી ગઈ હોય તેમ વધુ એક બોમ્બ ફેંક્યો છે. હિન્ડનબર્ગે દાવો કર્યો છે કે સ્વિસ સત્તાવાળાઓએ અદાણીના મની લોન્ડરીંગ અને છેતરપિંડીની તપાસના ભાગરૂપે અનેક બેંક ખાતાઓમાં જમા કરાયેલા ૩૧૦ મિલિયન ડોલર (આશરે રૂ. ર૬૦૦ કરોડ) થી વધુને ફ્રીઝ કરી દીધા છે.

આ તપાસ ર૦ર૧ થી ચાલી રહી છે. અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે ફરી એકવાર અદાણી ગ્રુપ પર હુમલો કર્યો છે.

સ્વિસ મીડિયા આઉટલેટ ગોથમ સિટીના એક સમાચારને ટાંકીને કહ્યું છે કે અદાણી ગ્રુપની તપાસના ભાગરૂપે સ્વિસ સત્તાવાળાઓએ કેટલાક સ્વિસ બેંક ખાતાઓમાં ૩૧૦ મિલિયન ડોલર એટલે કે લગભગ રૂ. ર૬૦૦ કરોડથી વધુના ફંડને ફ્રીઝ કરી દીધું છે.

હિન્ડનબર્ગે ૧ર સપ્ટેમ્બર ર૦ર૪ ના એક્સ પરની એક પોસ્ટમાં આ આરોપ લગાવ્યો હતો. સ્વિસ સત્તાવાળાઓ ર૦ર૧ થી મની લોન્ડરીંગ અને સિક્યોરિટીઝ છેતરપિંડી માટે અદાણી જુથની તપાસ કરી રહ્યા છે.

જો કે, આ આરોપોને બકવાસ, અતાર્કિક અને વાહિયાતે ગણાવતા અદાણી ગ્રુપના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અદાણી ગ્રુપની કોઈપણ સ્વિસ કોર્ટની કાર્યવાહીમાં કોઈ સંડોવણી નથી, કે અમારી કંપનીના કોઈપણ ખાતાઓ કોઈ સત્તા દ્વારા જપ્ત કરવામાં આવ્યા નથી.

કંપની તરફથી કહેવામાં આવ્યું છે કે, અમને એ કહેવામાં કોઈ ખચકાટ નથી કે અમારા ગ્રુપની પ્રતિષ્ઠા અને બજાર મૂલ્યને ન ઉલટાવી શકાય તેવું નુક્સાન પહોંચાડવા માટે એકસાથે કામ કરી રહેલા સમાન જુથ દ્વારા આ બીજો વ્યવસ્થિત અને ગંભીર પ્રયાસ છે. ઉક્ત આદેશમાં પણ સ્વિસ કોર્ટે ન તો અમારી જુથ કંપનીઓનો ઉલ્લેખ કર્યો છે અનેન તો અમને આવી કોઈ સત્તા અથવા નિયમનકારી સંસ્થા પાસેથી સ્પષ્ટતા અથવા માહિતી માટે કોઈ વિનંતી મળી છે. અમે પુનરોચ્ચાર કરીએ છીએ કે અમારૂ વિદેશી હોલ્ડિંગ માળખું પારદર્શક, સંપૂર્ણ રીતે જાહેર અને તમામ સંબંધિત કાયદાઓનું પાલન કરેલું છે.

હિન્ડનબર્ગે સમાચારને ટાકીને જણાવ્યું હતું કે, અદાણીનું પ્રતિનિધિત્વ કરતા ફ્રન્ટમેને બ્રિટિશ વર્જિન ટાપુઓ/મોરિશિયસ અને બર્મુડા સ્થિત અપારદર્શક ફંડ્સમાં રોકાણ કર્યું હતું, જે તમામ અદાણીના શેરો લગભગ વિશિષ્ટ રીતે ધરાવે છે. અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે ફ્રન્ટમેન પાસે છ સ્વિસ બેંકોમાં ૩૧૦ મિલિયન ડોલરથી વધુ રોકાયેલા હતાં, જે તમામ હવે ફ્રીઝ કરવામાં આવ્યા છે.

અદાણી-હિંડનબર્ગ વિવાદ સમાપ્ત થવા જઈ રહ્યો હતો, તેવામાં ઓગસ્ટમાં નવા આરોપોએ એપિસોડને ફરીથી જાગૃત કર્યો. ર૦ર૩ ની શરૂઆતમાં શોર્ટ સેલર્સે અદાણી ગ્રુપ પર ટેક્સ હેવન દ્વારા બજારના નિયમોનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. હિન્ડનબર્ગ રિસર્ચે બજાર નિયમનકાર સેબીના ચેરપર્સન માધાબી પુરી બૂચ અને તેમના પતિ ધવલ બૂચ પર અદાણી જુથ સાથેના સંબંધો ધરાવતા ઓફશોર ફંડમાં રોકાણ કરવાનો આરોપ મૂક્યો છે.

હિન્ડનબર્ગ રિસર્ચ શોર્ટ શેર્સનું વેંચાણ કરે છે. આનો અર્થ એ છે કે તે તે શેર લે છે અને તેમની કિંમતમાં ઘટાડો થવાની અપેક્ષા રાખે છે, જ્યારે શેરની કિંમત ઘટે છે, ત્યારે હિન્ડનબર્ગ રિસર્ચ તેમને નીચા ભાવે પાછા ખરીદે છે અને નફો કરે છે. અદાણી વિવાદને કારણે તે ઘણી હેડલાઈન્સ બની છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh