Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
માછીમારોને દુકાળ ઉપરથી અધિક માસ!
ઓખા તા. ૧૩: ઓખાના માછીમારો લાંબા સમય સુધી કામ-ધંધા વગર રહ્યા પછી હાલમાં ભેળસેળયુક્ત ડીઝલ મળતું હોવાના કારણે માછીમારી માટે દરિયામાં જઈ શકતા નથી જેના પગલે તેઓને દુકાળમાં અધિક માસ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.
ઓખાનાં માછીમારોની હાલત કફોડી થઈ ગઇ છે. દર વર્ષે ૧ ઓગસ્ટથી આરંભ થતી માછીમારી સિઝન આ વખતે ૧૫ દિવસ મોડી આરંભ થતા નુકસાન થયુ એ પછી અતિવૃષ્ટિ અને વાવાઝોડાની અસરને પગલે દરીયામાં ન જઇ શકાયું અને હવે ઇંધણમાં ભેળસેળ થઇ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જેના કારણે માછીમારી માટે દરિયામાં ગયેલા સેંકડો માછીમારો પરત આવ્યા છે.
૧ ઓગસ્ટથી આરંભ થનારી સિઝન ૧૫ ઓગસ્ટથી આરંભ થશે એ અંગેની ઘોષણા કરતો પત્ર છેલ્લી ઘડીએ જાહેર કરવામાં આવતા માછીમારોએ જુલાઇ મહિનાના અંતિમ અઠવાડિયામાં કરેલી તૈયારીઓનો ખર્ચ માથે પડ્યો હતો. ત્યાર પછી ઓગસ્ટના અંતિમ પખવાડિયામાં વિષમ વાતાવરણને પગલે માછીમારો દરીયો ખેડી શક્યા ન હતા. એ પછી દરીયો ખેડવા ગયેલા ઓખાના માછીમારોને પાણીવાળું ડિઝલ મળ્યુ હોવાની રાવ ઉઠતા ખળભળાટ મચ્યો છે. ઇંધણ વગર ઓખાના લગભગ ૫૦૦ માછીમાર પરત આવ્યા હોવાની માહિતી પ્રકાશમાં આવતા માછીમારોને દુકાળમાં અધિક માસ જેવી સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે એમ કહી શકાય. ભેળસેળયુક્ત ઇંધણ અંગે પણ તપાસ થાય તો કૌભાંડ ખૂલે એવી પણ ચર્ચા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial