Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેક પરત ફર્યાનું કહેવા જતાં માથામાં ટિફિન ઝીંકી દેવાયું:
જામનગર તા. ૧૩: જામજોધપુરના સમાણામાં એક યુવાન પાનની દુકાને માવો ખાઈને થૂંકતા એક શખ્સે મારી સામે કેમ થૂંકે છે તેમ કહી ઝઘડો કર્યા પછી આ યુવાન તથા તેના માતા-બહેનને પણ માર માર્યાે હતો. જ્યારે ચેક પરત ફર્યાનું કહેવા ગયેલા યુવકને દરેડમાં માતા-પુત્રએ ગાળો ભાંડી ધોકાવી નાખ્યો હતો.
જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં વસવાટ કરતા સિદ્ધાર્થ જયંતિભાઈ ભરડવા નામના કુંભાર યુવાન ગઈકાલે સાંજે ગામની બજારમાં આવેલી પાનની દુકાને મસાલો ખાવા માટે ગયા હતા.
આ સ્થળે સમાણા ગામનો જ વસીમ નાસીર નામનો શખ્સ આવ્યો હતો. આ વેળાએ સિદ્ધાર્થે માવો ખાઈને થૂંકતા વસીમે મારી સામે જોઈને કેમ થૂંકે છે તેમ કહ્યું હતું. સિદ્ધાર્થે હું તારી સામે નથી થૂંકતો તેમ કહેવા છતાં વસીમે ગાળો ભાંડી ઢીકાપાટુ વડે હુમલો કરી માર માર્યાે હતો. આ વેળાએ સિદ્ધાર્થના માતા તથા બહેન દોડી આવ્યા હતા. તેઓએ સિદ્ધાર્થને બચાવવાની કોશિષ કરતા તેઓને પણ વસીમે ફડાકા ઝીંકી દીધા હતા. શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ કરાઈ છે.
જામનગરના રણજીત સાગર રોડ પર પટેલ પાર્કમાં રહેતા દિવ્યેશભાઈ પરસોત્તમ ખાણધર નામના આસામીને વિશાલ કામળીયા નામના શખ્સે ચેક આપ્યો હતો. તે ચેક પરત ફરતા ગઈકાલે રાત્રે દરેડના મસીતીયા રોડ પર રહેતા વિશાલના ઘેર ગયેલા દિવ્યેશને ગાળો ભાંડી વિશાલ તથા તેના માતાએ ઢીકાપાટુથી માર માર્યાે હતો અને માથામાં ટિફિન ઝીંકી દીધુ હતું. દિવ્યેશે પંચકોશી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial