Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિ પછી થયેલા નુક્સાનના સર્વે માટે કેન્દ્રિય ટીમનું આગમન

કલેક્ટર કચેરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠકઃ

જામનગર તા. ૧૩: જામનગર જિલ્લામાં થયેલ અતિવૃષ્ટિ પછી નુક્સાનીનો તાગ મેળવવા માટે કેન્દ્ર સરકારની ટીમનું આજે જામનગરમાં આગમન થયું છે. તેમણે સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક યોજી વિગતો મેળવી હતી.

બે સપ્તાહ પહેલા થયેલા ભારે વરસાદથી જામનગર જિલ્લામાં વ્યાપક નુક્સાન થયું હતું. લોકોના ઘર, ઘરવખરી, પશુ, રોડ, રસ્તા વગેરેનો તેમાં સમાવેશ થાય છે.

આ સ્થિતિનો તાગ દિલ્હીની સાત સભ્યોની ટીમનું ગુજરાતમાં આગમન થયું છે. તેમાંથી અમુક અધિકારીની ટીમ આજે જામનગર આવી પહોંચી હતી. તેમણે જામનગર કલેક્ટર કચેરીમાં એક બેઠક યોજી હતી. જેમાં કલેક્ટર, મ્યુનિ. કમિશનર, ટીડીઓ, એસ.પી. સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આ ટીમ દ્વારા જિલ્લામાં ક્યાં કેટલું નુક્સાન થયું હતું તેની વિગતો સ્થાનિક અધિકારી પાસેથી મેળવી હતી. આ ઉપરાંત આ ટીમે અમુક સ્થળની પણ જાત મુલાકાત કરી હતી.

હવે આ તમામ વિગતો એકત્ર કરવામાં આવ્યા પછી એનો સંપૂર્ણ અહેવાલ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh