Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયાના દેવરીયાથી દ્વારકા સુધીના
ખંભાળીયા તા. ૧૩: ખંભાળીયાની દ્વારકા નેશનલ હાઈ-વે પર દરેક પૂલમાં ખાડાથી વાહન ચાલકો ટોલટેકસ ભરવા છતાં પરેશાન થતાં હોવાથી આક્રોશ ફાટી નીકળ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા દેવળીયાની છેક દ્વારકા સુધી નેશનલ હાઈ-વે બન્યો છે જેમાં બે ટોલનાકા પર ૧૦૦ રૂપિયાથી વધુ ફોર વ્હીલર માટે લેવાય છે ત્યારે આ રસ્તા પર દરેક પુલ પર શરૂઆત થતા અંતમાં ખાડા હોય વાહન ચાલકો ભારે પરેશાન થતાં હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે.
ખંભાળીયા દ્વારકા રસ્તા પર ખંભાળીયા હોસ્પિટલ પાસે, રાણ બાયપાસ, ભાટીયા તથા આવા અનેક રસ્તાઓ પર મોટા ઓવરબ્રીજ આવેલા છે. આ ઓવરબ્રીજોની શરૂઆત તથા અંતમાં નીકળતા વાહનોને ધડાકા સાથે મોટા ખાડાના અનુભવ થાય છે.
ટોલટેકસ વાળા આ રોડ પર રોજ હજારો વાહનો નીકળે છે તેમાં ફોર લાઈન અને નવા બનેલા રસ્તાઓ પર તંત્ર દ્વારા જ ફોરવ્હીલ માટે ૧૦૦ અને ભારે વાહનો માટે ૮૦ ની સ્પીડના બોર્ડ લગાવાયા છે ત્યારે ૧૦૦ ની સ્પીડમાં પૂલ આવતા ધડાકા સાથે વાહનોને નીકળવું પડતું હોય દ્વારકામાં રોજ સમગ્ર ભારતમાંથી યાત્રીકો વાહનો લઈને આવતા હોય સીધા સરળ રસ્તામાં ઓચીંતો ખાડો ભારે મુશ્કેલીરૂપ બને છે તો કેટલીક વખત ઓચીંતો ખાડો બચાવવા અકસ્માતો થયા છે. તાજેતરમાં એક કારચાલક મિત્રો સાથે નીકળતા ખાડો બચાવવા જતાં મૃત્યુ પામ્યો હતો તો નેશનલ હાઈવે પર પશુઓ મોટી સંખ્યામાં બેસતા હોવા છતાં નેશનલ હાઈવે ઓથોરીટી કંઈ કરતું નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial