Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડમાં રણુજાના લોકમેળાનું સાંસદના હસ્તે થયું ઉદ્ઘાટનઃ હજારોની જનમેદની ઉમટી

રામદેવ૫ીર મંદિરના સાંનિધ્યે યોજાય છે મેળો...

જામનગર તા. ૧૩: જામનગર જિલ્લાના કાલાવડના રણુજામાં રામદેવજી મહારાજ મંદિરના સાનિધ્ય લોક મેળાનો પ્રારંભ થયો છે. ગઈકાલે સાંસદના હસ્તે મેળો ખૂલ્લો મુકવામાં આવ્યો હતો. હજારોની જનમેદની મેળો માણી રહી છે. ભાદરવી સુદ-૯ અને તા.૧૨થી ત્રણ દિવસ માટેના લોકમેળાનું રણુજામાં આયોજન થયું છે.

ગઈકાલે જામનગરના સાંસદ પૂનમબેન માડમે આ લોકમેળાનું ઉદ્ઘાટન કર્યું હતું. તા.૧૪ સુધી ચાલનારા પ્રખ્યાત લોકમેળામાં હજારો લોકો મેળાની મોજ માણી રહ્યા છે. ગઈકાલના ઉદ્ઘાટન કાર્યક્રમમાં ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, સ્થાનિક આગેવાનો પણ જોડાયા હતા.

મોતનો કૂવો, ચકરડી, હોડી, ફજેત ફાળકા સહિતના મનોરંજન સાધનો મેળામાં રાખવામાં આવ્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh