Advertisement
Author: નોબત સમાચાર

મોટા વડીયા પ્રા.શાળામાં બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ

કેબીનેટ મંત્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને

જામનગર તા. ૧૩: જામનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મૂળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને જામજોધપુર તાલુકાની મોટાવડીયા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.

જામનગર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત કુલ ર૪૩૩૭ બાળકો પૈકી જામજોધપુર તાલુકાના મોટાવડીયા ગામે ૩પ બાળકોએ શિક્ષણનો શુભારંભ કર્યો હતો. જેમાં મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અને બેગ આપી આવકારવામાં આવ્યા હતાં.

પ્રાસંગિક ઉદ્દબોધન આપતા મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, શાળા પ્રવેશોત્સવએ માત્ર વિદ્યાર્થીઓ માટે જ નહીં પરંતુ આપણા સૌ માટે એક ઉત્સવ સમાન છે. શાળા ખૂલ્યા બાદ ત્રણ દિવસ સુધી રાજ્યની તમામ શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. મુખ્યમંત્રી સહિતનું મંત્રીગણ તેમજ અધિકારીઓ ગામડે ગામડે જઈને શાળામાં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવી શાળામાં સ્વાગત કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા શૈક્ષણિક કીટ આપે છે. શાળાઓમાં ડ્રોપ આઉટ, રેટ ઘટે, શિક્ષણની ગુણવત્તા વધે, ૧૦૦ ટકા નામાંકન થાય તે હેતુથી શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સરકારે આ કાર્યક્રમને આગળ ધપાવવા માટે અનેક પગલાંઓ લીધા છે. સરકારી શાળાઓમાં કવોલિફાઈડ શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે. અગાઉ શાળાઓમાં ગ્રાન્ટના અભાવી વીજળી, શૌચાલય અને પાણીની સુવિધાઓ પણ ન હતી. હવે શાળાઓમાં આધુનિક કોમ્પ્યુટર લેબ, સ્કૂલ ઓફ એકસલેન્સના પરિણામે શિક્ષણમાં સુધાર થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ શિક્ષણ નીતિમાં બદલાવ આવતા વિદ્યાર્થીઓમાં પણ નવા જ્ઞાનનું સિંચન થયું છે. જામજોધપુર તાલુકાની મોટાવડીયા પ્રાથમિક શાળાનો એ ગ્રેડમાં સમાવેશ થયેલ હોય મંત્રીએ શાળાના આચાર્ય, શિક્ષકો અને ગામનામ આગેવાનોને અભિનંદન પાઠવ્યા હતાં.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત, શાળા પ્રવેશોત્સવ અંગે ગીત, સ્વચ્છતા અભિયાન, બેટી બચાવો બેટી પઢાઓ વિષય પર વકતવ્ય આપ્યું હતું. તેમજ શાળાના શ્રેષ્ઠ, મધ્યમ તેમજ નબળા વિદ્યાર્થીઓનું પણ સમ્માન કરી તેઓને આગળ વધવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતાં. કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ શાળામાં રખાયેલા પુસ્તક પ્રદર્શનને નિહાળ્યું હતું.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત સભ્ય હેમંત કરંગીયા, વાસ્મોના યુનિટ મેનેજર ભાવિકા જાડેજા, મામલતદાર વાઘેલા, સરપંચ વલ્લભભાઈ કરંગીયા, એપીએમસી ડાયરેકટર કરશનભાઈ કરંગીયા, અગ્રણી રામભાઈ નંદાણીયા, રેન્જ ફોરેન્ટ ઓફિસર સ્નેહલ ગોહિલ, આચાર્ય અજયભાઈ, અધિકારીઓ, આંગણવાડીના બહેનો, શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh