Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાઈબ્રન્ટ ગુજરાત જી-ર૦, નવી પોલિસી, વિકાસ પ્રોજેક્ટો, યોજનાકીય લાભો સાથે
ગાંધીનગર તા. ૧૩: મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં તેમના સુશાસનના ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૧ના તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ ત્રણ વર્ષોમાં મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલી ગુજરાતની વિકાસયાત્રાને સતત આગળ વધારી છે. તેમના મક્કમ નેતૃત્વ હેઠળ ગુજરાતે છેલ્લા ત્રણ વર્ષોમાં વિવિધ ક્ષેત્રે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં ય્૨૦ મીટિંગો તેમજ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ૧૦મુ સંસ્કરણ, બંને સફળતાપૂર્વક સંપન્ન થયા છે. તેમના નેતૃત્વ હેઠળ ગુજરાત દેશનું સેમિકન્ડક્ટર હબ અને રિન્યુએબલ હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ૧૧ જેટલી મહત્ત્વપૂર્ણ પોલિસી લોન્ચ કરી છે, જે ગુજરાતની પોલિસી ડ્રિવન સ્ટેટ તરીકેની છબીને વધુ મજબૂત બનાવે છે. ગુજરાતની જનતાની સેવાના ત્રણ વર્ષોમાં ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમની ટીમ ગુજરાતે દરેક ક્ષેત્રોમાં ઝડપી વિકાસને વેગ આપ્યો છે. વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત ૨૦૪૭ નું જે વિઝન આપ્યું છે, તેને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતની નેમ સાથે સાકાર કરવા માટે મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર પ્રતિબદ્ધતાથી કાર્ય કરી રહી છે. મુખ્યમંત્રીના ૩ વર્ષના કાર્યકાળ દરમિયાન જાહેર કરાયેલી મહત્ત્વપૂર્ણ યોજનાઓ, પહેલ, નીતિઓ અને ગુજરાતની સિદ્ધિઓ અંગે માહિતી મેળવીએ.
ત્રણ વર્ષ દરમિયાન ૧૧ મહત્વપૂર્ણ નવી નીતિઓ જાહેર કરીઃ ગુજરાત આત્મનિર્ભર પોલિસી, ગુજરાત ોગિ પોલિસી, નવી ગુજરાત આઈટી/આઈટીઈએસ પોલિસી, ગુજરાત સ્પોર્ટ્સ પોલિસી, ડ્રોન પોલિસી, ગુજરાત સેમિકંડક્ટર પોલિસી, ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી, સિનેમેટિક ટુરિઝમ પોલિસી, સ્ટુડન્ટ સ્ટાર્ટ-અપ્સ એન્ડ ઈનોવેશન પોલિસી ૨.૦ (એસએસઆઈ૫ી-૨.૦), ગુજરાત ખરીદ નીતિ, ગુજરાત ગ્રીન હાઈડ્રોજન પોલિસી ૨૦૨
સુશાસનની સિદ્ધિઓઃ ગુજરાતની જનતા માટે ગરવું ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત, ગતિશીલ ગુજરાત એમ પ-જી નો સમાવેશ કરતું સર્વગ્રાહી દિશાદર્શન કરનારુ રૂ. ૩.૩૨ લાખ કરોડનું બજેટ, અર્નિગ વેલ, લિવિંગ વેલ ના મંત્ર સાથે વિકસિત ગુજરાત ૨૦૪૭ નો રોડમેપ બનાવનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત, વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪ના ૧૦મા સંસ્કરણનું સફળ આયોજન, ઝીરો કેઝ્યુઅલ્ટી સાથે બિપરજોય વાવાઝોડાનો સામનો, ગુજરાતમાં સફળતાપૂર્વક ૧૭મી ય્૨૦ બેઠકોનું આયોજન, ૨૬૪૯ અમૃત સરોવરોનું નિર્માણકાર્ય પૂર્ણ, લક્ષ્યાંકના ૧૦૭%, મુખ્યમંત્રી કાર્યાલયને ૈંર્જીં ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન પ્રાપ્ત, મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા અધિકૃત વોટ્સએપ ચેનલ કાર્યરત, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ ઈન્ડેક્સમાં આરોગ્ય સુવિધા સુખાકારી ક્ષેત્રે ગુજરાત સતત બીજીવાર દેશમાં પ્રથમ
ગરીબો, વંચિતો, આદિવાસીઓ અને શ્રમિકોનો વિકાસઃ રાજ્યના ૩.૮૨ કરોડ લોકોને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં આવરી લેવાશે, ૭૨ લાખથી વધુ એનએફએસએ કાર્ડધારક પરિવારોને મફત અનાજ વિતરણ, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુજરાતમાં ૧૪ લાખથી વધુ આવાસોનું નિર્માણકાર્ય, ૧ લાખ કરોડની વનબંધુ કલ્યાણ યોજના ૨.૦ અમલમાં મૂકવામાં આવી, આગામી ત્રણ વર્ષમાં રૂ. ૧૫૦૦ કરોડના ખર્ચે ૩ લાખ જેટલા શ્રમિક બસેરાનું નિર્માણ કરવાનું આયોજન, ઇ-શ્રમ પોર્ટલ પર ૧.૧૭ કરોડથી વધુ અસંગઠિત શ્રમયોગીઓને આપવામાં આવ્યા સ્માર્ટ કાર્ડ, શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ રાજ્યના ૧૯ જિલ્લાઓમાં ૨૯૦ ખાદ્ય વિતરણ કેન્દ્રો કાર્યરત, શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ અત્યાર સુધીમાં ૨.૬૮ કરોડ લોકોને ભોજન વિતરણ.
યુવા વિકાસ સફળ યુવા, સમર્થ ગુજરાતઃ ભારત સરકારના સ્ટાર્ટઅપ રેન્કિંગ મુજબ ગુજરાત છેલ્લા ચાર વર્ષોથી સતત દેશમાં પ્રથમ ક્રમે, કૌશલ્ય સાથે શિક્ષણના હેતુ સાથે કૌશલ્યા - ધ સ્કિલ યુનિવર્સિટી (કેએસયુ)ની સ્થાપના - ડ્રોન એપ્લિકેશનમાં ૯ અદ્યતન કોર્સની શરૂઆત, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રેરિત સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશીપ કાર્યક્રમ હેઠળ ૧૮ સી.એમ. ફેલોની પસંદગી, સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન, ૨૨ જિલ્લાઓમાં ૨૪ જિલ્લા રમત સંકુલ કાર્યરત, ખેલ મહાકુંભ ૨.૦માં ૫૩.૬૬ લાખથી વધુ લોકોએ ભાગ લીધો, રાજ્યના ૨૧ જિલ્લાઓના ૫૦ તાલુકાઓમાં સરકારી પુસ્તકાલયોની શરૂઆત.
અન્નદાતાનું માન, અન્નદાતાનું ધ્યાનઃ પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનામાં ૫૮.૮ લાખ ખેડૂત કુટુંબોના ખાતામાં જમા થયા રૂ. ૧૧,૦૫૮.૬ કરોડ, ડાંગ બન્યો સૌપ્રથમ ૧૦૦% પ્રાકૃતિક ખેતી કરતો જિલ્લો, રાજ્યના ૫૩ લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી, ૯.૮૫ લાખ ખેડૂતો ૮.૪૫ લાખ એકરથી વધુ જમીન પર સક્રિય રીતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે, નેનો યુરિયાનો વધ્યો વ્યાપ, ૫૬.૬૫ લાખ જેટલી નેનો યુરિયાની (૫૦૦ મીલિ) બોટલોનો થયો વપરાશ, કૃષિ ક્ષેત્રે ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા અને કૃષિક્ષેત્રને લગતી માહિતી સેન્ટ્રલ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવા ઇન્ડેક્સ-છ ની સ્થાપના, રાજ્યના ૨૪૬ તાલુકાઓમાં રવી કૃષિ મહોત્સવ ૨૦૨૩ નું સફળ આયોજન, જેમાં ૨.૧૦ લાખથી વધુ ખેડૂતોએ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વૈજ્ઞાનિકો/નિષ્ણાતો પાસેથી મેળવ્યું ટેક્નિકલ માર્ગદર્શન, તુવેર રૂ. ૭,૦૦૦ પ્રતિ ક્વિન્ટલ, ચણા રૂ. ૫૪૪૦ પ્રતિ ક્વિન્ટલ અને રાયડાની રૂ. ૫૬૫૦ પ્રતિ ક્વિન્ટલની ટેકાના ભાવે ખરીદી, વર્ષ ૨૦૨૧-૨૨ દરમિયાન ચણાનું ઉત્પાદન વધતાં રાજ્ય સરકારના ખર્ચે વધારાના ૨૨ હજાર મેટ્રિક ટન જેટલા ચણાની રૂ. ૧૧૫ કરોડથી વધુના ખર્ચે ખરીદી, ઇ-સેવાઓની સુલભતા માટે સામાન્ય સેવા કેન્દ્રો (સીએસસીએસ) તરીકે પીએસીએસ એટલે કે પ્રાથમિક કૃષિ ધિરાણ સંસ્થાઓનો વિકાસ કરવા માટે જીઓઆઈની પહેલ અન્વયે ૩૨૩૩ પીએસીએસ ઓનબોર્ડ -૧૮૧૨ પીએસીએસ કાર્યરત, વિવિધ કૃષિ રાહત પેકેજ દ્વારા ૧૨.૭૮ લાખ અસરગ્રસ્ત ખેડૂતોને રૂ. ૧૯૨૫.૮૯ કરોડની સહાય, જૂલાઈ-૨૦૨૪માં અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે રૂ. ૩૫૦ કરોડનું કૃષિ રાહત-સહાય પેકેજ, ત્રણ વર્ષમાં પશુપાલન ક્ષેત્ર માટેના બજેટમાં ૧૩૨%નો વધારો, *મુખ્યમંત્રી ગૌ-માતા પોષણ યોજના અન્વયે ?૬૦૯ કરોડની સહાય, લમ્પી રોગચાળા દરમિયાન ૬૩ લાખ પશુઓમાં રસીકરણ કરવામાં આવ્યું, મિલેટ વર્ષનો લાભ રાજ્યના ૮૦ લાખ જેટલા લોકો અને ખેડૂતોને થયો, લગભગ ૧૫ લાખ ખેડૂતોએ માઇક્રો ઇરિગેશન પદ્ધતિ અપનાવી, ૨૩.૪ લાખ હેક્ટર વિસ્તારને આવરી લીધો છે, છેલ્લા ૩ વર્ષોમાં ખેડૂતોને રૂ. ૨૪,૬૬૦ કરોડની પાવર સબસીડી આપવામાં આવી, કિસાન સૂર્યોદય યોજના હેઠળ રાજ્યના ૧૩,૭૩૦ એટલે કે ૭૬% ગામડાઓમાં ખેડૂતોને દિવસે વીજળી, ખેડૂતોની જીવન ગુણવત્તામાં સુધારો
નારી સશક્તિકરણ (સશક્ત નારી, સશક્ત પરિવાર): નારી સશક્તિકરણ માટે નારી ગૌરવ નીતિ-૨૦૨૪, વર્ષ ૨૦૨૩માં સૌપ્રથમવાર જેન્ડર બજેટ ૧ લાખ કરોડને પાર, ૨૦૦થી વધુ યોજનાઓ માત્ર મહિલાલક્ષી, વર્ષ ૨૦૨૪-૨૫માં જેન્ડર બજેટમાં મહિલા સશક્તિકરણની કુલ ૮૦૪ યોજનાઓ આવરી લેવાઈ, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ ૫ લાખથી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓને લાભ, પોષણ સુધા યોજનાનો વ્યાપ વધાર્યો, ગુજરાતના તમામ ૧૪ આદિજાતિ જિલ્લાઓમાં અમલી, નમો ડ્રોન દીદી યોજના હેઠળ ગુજરાતમાં મહિલાઓને ખેતીમાં નવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ડ્રોન દ્વારા ખાતર અને જંતુનાશકોનો છંટકાવ કરવાની તાલીમ.
સ્વસ્થ ગુજરાત, સમૃદ્ધ ગુજરાતઃ રાજ્યના ૨.૬ કરોડથી વધુ લોકોને આયુષ્માન કાર્ડ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના - મુખ્યમંત્રી અમૃતમ (ઁસ્ત્નછરૂ-સ્છ) હેઠળ ગુજરાતના નાગરિકોને મળતી રૂ. ૫ લાખની સહાય વધારીને રૂ. ૧૦ લાખ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રાજકોટ એઆઈઆઈએમનું ઉદ્ઘાટન, છેલ્લા ૩ વર્ષોમાં રાજ્યમાં ૯ નવી મેડિકલ કોલેજો કાર્યરત, કુલ ૧૧૦૦ મેડિકલ સીટ્સ ઉપલબ્ધ, રાજ્યની વિશિષ્ટ પહેલ અંતર્ગત, ૧.૧૫ કરોડ વિદ્યાર્થીઓની આરોગ્ય તપાસ બાદ ડિજિટલ હેલ્થ કાર્ડ ઉપલબ્ધ કરાવનાર ગુજરાત એક માત્ર રાજ્ય, ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહાર માટે ૩ લાખ પોષણકિટનુ વિતરણ, આ કામગીરીમાં ગુજરાત દેશમાં પ્રથમ, પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ૧૦,૦૨૯ નિક્ષયમિત્રનું નિક્ષય પોર્ટલમાં રજિસ્ટ્રેશન, નમો શ્રી યોજનામાં ગર્ભવતી મહિલાઓને ?૧૨ હજારની આર્થિક સહાય આપવાની યોજના જાહેર, ૧૦૮ એમ્બ્યુલન્સ સર્વિસ અંતર્ગત ૧૫૦ નવી એમ્બ્યુલન્સનો વધારો, કુલ સંખ્યા ૮૦૦ થઈ, રાજ્યમાં કુલ ૩૫ ડે કેર કીમોથેરાપી સેન્ટર્સ શરૂ કરવામાં આવ્યા. જેમાં ૬૩ હજારથી વધુ દર્દીઓના ૧,૬૯,૦૬૬ કીમોથેરાપી સેશન્સ થયા, ફ્રી ડાયગ્નોસ્ટિક સર્વિસ ઇનીશિએટિવ (એફડીએસઆઈ) અંતર્ગત પેટા જિલ્લા હોસ્પિટલો ખાતે લેબોરેટરી ટેસ્ટની સંખ્યા ૩૩ થી ૧૧૧, જિલ્લા હોસ્પિટલ ખાતે લેબોરેટરી ટેસ્ટની સંખ્યા ૬૮થી ૧૩૪ કરવામાં આવી, પ્રધાનમંત્રી નેશનલ ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત ગુજરાતમાં નવા ૧૮૮ ડાયાલિસિસ કેન્દ્રો શરૂ, રાષ્ટ્રીય નેત્રદાન ઝુંબેશ હેઠળ ગુજરાતમાં ૧૪ લાખ સફળ મોતિયાના ઓપરેશન કરાયા.
શિક્ષિત ગુજરાત, સંપન્ન ગુજરાતઃ શિક્ષણ વ્યવસ્થાની રિયલ ટાઇમ જાણકારી મેળવવા વિદ્યા સમીક્ષા કેન્દ્રનો પ્રારંભ, મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ અંતર્ગત રૂ. ૮૭૪.૬૮ કરોડના ખર્ચે ૯૭,૧૮૭ સ્માર્ટ ક્લાસરૂમ્સ તથા ૧,૪૩૨.૪૦ કરોડના ખર્ચે ૨૧,૦૩૭ કોમ્પુટર લેબ્સ, નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ ૯ થી ૧૨ દરમિયાન ચાર વર્ષોમાં વિદ્યાર્થિનીઓને રૂ. ૫૦ હજારની સહાય, ધોરણ ૧૧ અને ૧૨માં વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લેનાર વિદ્યાર્થીઓ માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ રૂ. ૨૫ હજારની સહાય.
નાગરિકો માટે ઉત્તમ પરિવહન સેવાઃ રૂાા ૯૪.૬૫ કરોડના ખર્ચે ૩૨ નવીન બસ સ્ટેશનો, ૩ સ્થળોએ પીપીપી ધોરણે એરપોર્ટ જેવી સુવિધા ધરાવતા બસપોર્ટ પ્રજાની સેવામાં લોકાર્પિત, ગુજરાત એસટી નિગમ દ્વારા ૩૦૦ લકઝરી, ૨૦૦ સેમી લક્ઝરી કોચ, ૪૦૦ સ્લીપર કોચ, ૧૬૮૨ સુપર એક્સપ્રેસ (૪૦૦-ઇન હાઉસ +૧૨૮૨ રેડી બિલ્ટ), ૪૦૦ મીની બસ અને ૫ ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસ મળીને કુલ ૨૯૮૭ નવીન બસો લોકાર્પિત, ઘેર બેઠા ટિકિટ મેળવવા ઇ-ટિકિટની અને મોબાઇલ એપ્લિકેશનથી ટિકિટની સુવિધાઓ, એસટી બસોમાં ૩૦૦૦ મશીનો દ્વારા યુપીઆઇ ઓનલાઇન પેમેન્ટની શરૂઆત.
ઔદ્યોગિક ક્ષેત્રે ગતિશીલ ગુજરાતઃ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૪નું ૧૦મું સંસ્કરણ સફળતાપૂર્વક સંપન્ન, વાઇબ્રન્ટ ગુજરાતના ૧૦માં સંસ્કરણમાં ૧૪૦થી વધુ દેશોમાંથી ૬૧,૦૦૦ થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો વાઇબ્રન્ટ સમિટના ભાગ રૂપે ૧૫૦ જેટલા સેમિનાર અને કાર્યક્રમોનું આયોજન, વાઇબ્રન્ટ ગુજરાતના ૧૦માં સંસ્કરણમાં ૨,૮૬૨ બીટુબી મીટિંગ્સ અને ૧,૩૬૮ બીટુજી મીટિંગ્સ યોજાઇ, ઉદ્યોગોને આત્મનિર્ભરતા માટે સહાયની ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ્સ ફોર આસીસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રીઝ જાહેર , ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય, જ્યાં ૪ સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થશે, સાણંદમાં રૂ. ૨૨,૫૦૦ કરોડના ખર્ચે માઇક્રોન કંપની દ્વારા સેમિકન્ડક્ટર પ્લાન્ટનું કામ પૂરજોશમાં, સી.જી.પાવર, રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન અને સ્ટાર્સ માઇક્રો ઇલેક્ટ્રોનિક્સના સંયુક્ત ઉપક્રમે રૂ. ૭૬૦૦ કરોડના રોકાણથી પ્લાન્ટ શરૂ થશે, ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ અને પાવરચીપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન સાથે મળીને રૂ. ૯૧,૦૦૦ કરોડના રોકાણ સાથે સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન યુનિટ સ્થાપશે, કેયન્સ સેમિકોનનો પ્લાન્ટ સાણંદમાં રૂ. ૩૩૦૦ કરોડના રોકાણ સાથે ૬૦ લાખ ચિપ્સ પ્રતિદિન ઉત્પાદન કરશે., આત્મનિર્ભર ગુજરાત અંતર્ગત, સ્પર્ધાત્મક બજારમાં ગુણવત્તાયુક્ત ઉત્પાદનો પ્રદાન કરવા માટે એમએસએમઈ માટે આસિસ્ટન્સ ફોર ક્વૉલિટી સર્ટિફિકેશન સુવિધાઓ પ્રદાન કરવામાં આવી રહી છે, ગુજરાત ૩૮,૦૦૦થી વધુ ઝેડઈડી પ્રમાણિત એમએસએમઈ સાથે આ કેટેગરીમાં ટોપ પર્ફોર્મર, મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સેમિકોન ઇન્ડિયા સમિટ ૨૦૨૩નું સફળતાપૂર્વક આયોજન, ભારત સરકારના ડીપીઆઈઆઈટી અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૪માં ગુજરાતને ૭.૩ બિલિયન ડોલર એફડીઆઈ પ્રાપ્ત. ગુજરાતે ગત વર્ષની સરખામણીએ ૨.૬ બિલિયન ડોલર વધુ એફડીઆઈ પ્રાપ્ત કર્યું. નવસારીના વાંસી-બોરસી ખાતે અદ્યતન સુવિધા સાથે પીએમ-મિત્ર પાર્કનું નિર્માણ થશે.
વિશ્વ કક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર : સાબરમતી નદી પર અટલ ફૂટઓવર બ્રિજનું નિર્માણ, રાજકોટ ખાતે હીરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ, ઓખા અને બેટ-દ્વારકાને જોડતા નવનિર્મિત સુદર્શન સેતુનું લોકાર્પણ, અંદાજિત રૂ. ૩૯૪ કરોડના ખર્ચે એરફોર્સ સ્ટેશન ડીસાના રનવેનું લોકાર્પણ, સુરતમાં વિશ્વના સૌથી મોટા કોર્પોરેટ ઓફિસ હબ ડાયમંડ બુર્સનું લોકાર્પણ, સુરત ખાતે ગુજરાતનું ત્રીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કાર્યરત, દ્વારકા ખાતે નવા એરપોર્ટના નિર્માણ અને કેશોદ એરપોર્ટના વિસ્તરણનો નિર્ણય, અમદાવાદ, સુરત, ગાંધીનગર અને વડોદરામાં ૩૦ સ્કાયસ્ક્રેપર બિલ્ડિંગોને મંજૂરી મળી.
અર્નિંગ વેલ, લિવિંગ વેલ (શહેરી વિકાસ અને ગ્રામ્ય વિકાસ): અમદાવાદ મેટ્રો ફેઝ-૧નું સપ્ટેમ્બર ૨૦૨૨માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ, અમદાવાદ મેટ્રો ફેઝ-૨નું ટુંક સમયમાં થશે લોકાર્પણ, સુરત મેટ્રો પ્રોજેક્ટની કામગીરી પ્રગતિ હેઠળ, સ્માર્ટ સિટી મિશન હેઠળ રૂપિયા રૂ. ૩૪૦૦ કરોડના ૧૫૯ પ્રોજેક્ટ પૂર્ણ, ગુજરાતના ૨૦ જિલ્લાના ૫૧ ગામો સ્માર્ટ વિલેજ જાહેર, સ્માર્ટ વિલેજોમાં ભારતનેટ ફેઝ-૨ હેઠળ રૂ.૨૦૪૨ કરોડના ખર્ચે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડનું લોકાર્પણ, રાજ્યની ૯ નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો, વિવિધ મહાનગરપાલિકાઓમાં અમૃત યોજના ૧ હેઠળ રૂ. ૩૩૫૦ કરોડના ૧૯૮ પ્રોજેક્ટ પૂર્ણ, અમૃત ૨.૦ હેઠળ વિકાસકાર્યો માટે ?૧૭ હજાર કરોડની ફાળવણી, નાગરિકોના ઇઝ ઓફ લિવિંગ માટે મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ શહેરી યોજના વધુ ત્રણ વર્ષ માટે લંબાવાઈ, રૂ. ૧૧૬ કરોડના ખર્ચે ૮૮ સિવિક સેન્ટરો શરૂ કરવાનું આયોજન, રાજ્યના કુલ ૧૦૫૭ તીર્થગામ અને કુલ ૪૪૫ પાવન ગામો મળીને કુલ ૧૫૦૨ ગામોને પુરસ્કાર અનુદાન, ગ્રામ પંચાયતોનું વિભાજન કરીને ૩૮૪ નવી ગ્રામ પંચાયતોનું નિર્માણ, દ્વારકા-ઓખા શહેરી વિકાસ સત્તામંડળની રચના.
પ્રવાસન અને યાત્રાધામોનો વિકાસ
રાજ્યમાં પહેલી વખત ગિફટ સિટી ખાતે ફિલ્મ ફેર એવોર્ડનું આયોજન, યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા કચ્છનું ધોરડો ગામ બેસ્ટ ટુરીઝમ વિલેજ જાહેર, ભારતમાં સૌપ્રથમ સમુદ્ર સીમા દર્શનનો કચ્છમાં કોટેશ્વર નજીક લક્કી નાલા વિસ્તારમાં પ્રારંભ, યુનેસ્કોના પ્રિક્ષ વર્સાઈલ્સ એવોર્ડ અંતર્ગત ભુજનું સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ અને મ્યુઝિયમ વિશ્વના ૭ સૌથી સુંદર મ્યુઝિયમ્સની યાદીમાં સામેલ, યુનેસ્કો દ્વારા ગુજરાતના ગરબા અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર તરીકે જાહેર કરવામાં આવ્યાં, ભગવાન શ્રીકૃષ્ણની નગરી 'બેટ દ્વારકા'ની વિશ્વસ્તરીય કાયાપલટ કરવાનો નિર્ણય, ડોલ્ફિન માટે જાણીતો એકમાત્ર બેટ દ્વારકાનો 'નોર્થ-પદમ બીચ' પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે, પાવાગઢ ખાતે મહાકાળી માતાના નવનિર્મિત મંદિર પર ૫૦૦ વર્ષ બાદ શિખર પર ધ્વજારોહણ, મુખ્ય યાત્રાધામોની ફરતે નાના યાત્રાધામોનો ૮૫૭.૧૪ કરોડના ખર્ચે થઈ રહ્યો છે વિકાસ, ૭૬.૫૧ કરોડના ખર્ચે ફેઝ-૧ હેઠળ બહુચરાજી માતાજી મંદિરનું પુનઃનિર્માણ, મંદિરના શિખરની ઊંચાઈ ૮૬ ફૂટ ૧ ઈંચ સુધી વધારવામાં આવશે, ભારત સરકાર દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત સોમનાથ ખાતે સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમનું આયોજન, રૂ. ૧૨૦૦ કરોડના ખર્ચે સાબરમતી ગાંધી આશ્રમનો થશે પુનઃવિકાસ
શાંત અને સુરક્ષિત ગુજરાતઃ
ગુજરાત પોલીસે એક વર્ષમાં રૂ. ૫૬૪૦ કરોડનું ડ્રગ્સ પકડ્યું: ૪૩૧ આરોપીઓ સામે ૩૧૭ ગુના દાખલ, ગુજરાત પોલીસની ટીમે માત્ર ૨૦ દિવસમાં ૨.૫૮ લાખથી વધુ બેંક ખાતાઓ અનફ્રીઝ કર્યા, ભ્રષ્ટ અને ગુનાહિત પ્રવૃત્તિઓ દ્વારા મેળવેલી સંપત્તિઓને જપ્ત કરવા માટે ગુજરાત સ્પેશિયલ કોર્ટ્સ ઍક્ટ, ૨૦૨૪ અમલી, પોક્સો હેઠળના ગુન્હાઓમાં ૧૦ દિવસમાં કાર્યવાહી કરીને ૨૧ દિવસમાં ફાંસીની સજા, જિલ્લાના ૬૫૦ પોલીસ સ્ટેશનો પૈકી ૨૪૦ પોલીસ સ્ટેશનોને પી.આઇ. કક્ષાના પોલીસ સ્ટેશનમાં અપગ્રેડ કરવાનો નિર્ણય, ગુજરાત માનવબલિ અને બીજી અમાનુષી, અનિષ્ટ તેમજ અઘોરી પ્રથા, કાળા જાદુ અટકાવવા નિર્મૂલન વિધેયક સર્વાનુમતે પસાર, જાહેર ભરતી તથા બોર્ડની પરીક્ષામાં થતી ગેરરીતિ પર નિયંત્રણ લાવવા માટે કડક કાયદો બનાવાયો.
જળસમૃદ્ધ ગુજરાત
વલસાડ જિલ્લામાં એન્જિયરિંગની દ્રષ્ટિએ ચમત્કારિક એસ્ટોલ પ્રોજેક્ટનું લોકાર્પણ, સુજલામ્ સુફલામ્ જળ અભિયાનના સાતમા તબક્કામાં જળસંગ્રહ ક્ષમતામાં ૧૧,૫૨૩ લાખ ઘનફૂટનો વધારો, રાજ્યમાં કેચ ધ રેઇનના કોન્સેપ્ટ સાથે જળસંચય જન ભાગીદારી અભિયાનની શરૂઆત, નલ સે જલ યોજના હેઠળ છેલ્લા ૩ વર્ષમાં ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ૧૪ લાખ નળ જોડાણ , સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભવિષ્યની પાણીની જરૂરિયાત માટે રૂ.૧૩૦૦ કરોડના બલ્ક પાઇપલાઇનના કામો પૂર્ણ, નળકાંઠાના વિસ્તારમાં ૩૯ ગામોને સિંચાઈની સુવિધા માટે રૂ.૪૦૦ કરોડથી વધુના કામોનો પ્રારંભ , રાજકોટ જિલ્લાના વિંછીયા ખાતે રૂ.૧૮૧ કરોડના ખર્ચે સૌની યોજના લિંક-૪નું ખાતમુહૂર્ત, સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈથી વંચિત ૪૫ ગામોને નર્મદાનું પાણી આપવા રૂ.૪૧૭ કરોડની યોજનાને મંજૂરી, દાહોદના ઐતિહાસિક છાબ તળાવનો રૂ. ૧૧૭ કરોડના ખર્ચે કાયાકલ્પ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial