Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મારકૂટ કરી ઘરમાંથી કાઢી મૂકાયા હતાઃ
જામનગર તા. ૧૩: જામનગરના એક યુવતીના લગ્ન મહેસાણા જિલ્લાના હારીજમાં થયા પછી આ પરિણીતાને પતિ તથા સાસુએ ઘરકામ બાબતે ત્રાસ આપ્યા પછી ચારિત્ર્ય પર શંકા કરી મારકૂટ કરતા તે યુવતી પિયર પરત ફર્યા હતા. તેણીને ફોન કરી ધમકી અપાતા આ યુવતીએ કોઈ ઝેરી પ્રવાહી પી લીધુ છે. મહિલા પોલીસે તેણીના નિવેદન પરથી પતિ, સાસુ સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગરના બિંદિયાબેન પ્રજાપતિ નામના યુવતીના લગ્ન મહેસાણા જિલ્લાના પાટણ તાલુકાના હારીજ ગામમાં ભવ્ય ગણપતભાઈ ઉર્ફે ભીખાભાઈ પ્રજાપતિ સાથે થયા પછી આ પરિણીતાને પતિ તેમજ સાસુ નર્મદાબેને ઘરકામ બાબતે ગાળો ભાંડી ત્રાસ આપ્યો હતો અને ચારિત્ર્ય બાબતની શંકા કરી હતી.
તે દરમિયાન બેએક વર્ષ પહેલાં બિંદિયાબેનને મારકૂટ કરી પતિ, સાસુએ ઘરમાંથી કાઢી મુકતા આ યુવતીએ પોતાના પિયરમાં આશરો લીધો હતો. તે પછી બુધવારે બિંદિયાબેનને ફોન કરી મારી નાખવાની ધમકી અપાતા તેણીએ કોઈ ઝેરી પ્રવાહી પી લીધુ હતું.
સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયેલા બિંદિયાબેને ગઈકાલે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બીએનએસની કલમ ૮૩, ૩૫૧ (ર), ૩૫૨, ૫૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial