Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મનપાને અવાર-નવાર ઝુંબેશો-અભિયાનો કેમ ચલાવવા પડે ? તગડા પગાર ખાતા કર્મીઓ રોજ કરે છે શું ?

સફાઈ, ઢોર પકડ, એનઓસી, વેરાવસુલાત વિગેરે દૈનિક કરવાના કામો માટે

જામનગર તા. ૧૩: જામનગર મહાનગરપાલિકા મહત્તમ કામગીરી 'ઝુંબેશ' સ્વરૂપે કરતી રહે છે. પરંતુ કોઈપણ કામગીરી રાબેતા મુજબ, નિયમ મુજબ થતી નથી.

જામનગર શહેરમાં સફાઈ, વેરાવસુલાત, ઢોર પકડવાની કામગીરી સહિતની કામગીરી દરરોજ કરવાની હોય છે, અને જો તે નિયમ મુજબ કરવામાં આવે તો કોઈ પ્રશ્ન જ ન રહે, પરંતુ ખાટલે મોટી ખોટ કે કોઈ કામગીરી જે દૈનિક ધોરણે કરવાની હોય છે, તે થતી નથી, આખરે ઝુંબેશ શરૂ કરવી પડે.

જામનગરમાં રખડતા ઢોરની સમસ્યા કાયમી છે, પરંતુ તેને પકડીને ડબ્બે પુરવાની કામગીરી નિયમિત થતી નથી. જ્યારે કોઈ મોટો બનાવ બને અથવા કોર્ટની ફટકાર મળે ત્યારે ઢોર પકડવાની ખાસ ઝુંબેશ ચલાવાય છે.

તેવી જ હાલત સફાઈની છે, શહેર ઉકરડા નગરમાં ફેરવાય ગયું છે. કરોડોનો ખર્ચ, પગાર છતાં કામગીરીમાં કોઈ સુધારો જોવા મળતો નથી. જ્યારે વર્ષમાં રાત્રિ સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવે, આવા કર્મચારીઓને વધારાના પૈસા ચૂકવી સફાઈ કામગીરી કરાવવામાં આવે છે. શા માટે આ કામગીરી નિયમિત થતી નથી...?

તેવી જ રીતે વેરાવસુલાતની કડક કામગીરી નિયમિત કરવાના બદલે થોડા દિવસ ઝુંંબેશ ચલાવાય છે. અમુક બંધ પડતર મિલકતો સીલ કરવામાં આવે છે. આ પછી વસુલાત થાય છે.

થોડા સમય પહેલા શહેરમાં મહાનુભાવોની પ્રતિમાની સફાઈ માટે ખાસ ઝુંબેશ ચલાવાઈ હતી.

રાજ્યમાં ક્યાંક આગની દુર્ઘટના બને, તો જામનગરમાં ખાસ ફાયર એનઓસી મુદ્દે ઝુંબેશ ચલાવાય છે.

શું આ કામગીરી નિયમિત ધોરણે ચલાવી ન શકાય...?

આમ જામનગરમાં અનેક કામગીરી માટે 'ઝુંબેશ' ચલાવાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh