Advertisement
Author: નોબત સમાચાર

નિફ્ટી ફ્યુચર ૨૪૨૦૨ પોઈન્ટ ઉપર તેજી તરફ ધ્યાન...!!!

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો.... મંગળવારે શેરબજારમાં કારોબારની શરૂઆત તેજી સાથે થઈ હતી. મંગળવારે શેરબજારમાં ગેપ ઓપનિંગ જોવા મળ્યું હતું.આજે સવારે એશિયન બજારોમાં સારી વૃદ્ધિ જોવા મળી રહી છે.સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ઘણા શેરોમાંફંડો,હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોનું ઘટાડે વ્યાપક વેલ્યુબાઈંગ થતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. સેન્સેક્સ ૩૦૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦૪૧૦ના સ્તરે હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૪૪ પોઈન્ટની ઉછાળા સાથે ૨૪૩૧૩ ના સ્તરે કામકાજ કરી રહ્યો હતો,જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ઈન્ડેક્સ ૧૨૨ પોઈન્ટની ઉછાળા સાથે ૫૨૨૮૮ ના સ્તરે કામકાજ કરી રહ્યો હતા. કેપિટલ ગુડઝ શેરોમાં આજે ફંડોએ ફરી તોફાની તેજી કરી હતી. બેંકિંગ-ફાઈનાન્સ શેર ોમાં ફંડોએ આજે ફરી સિલેક્ટિવ મોટી ખરીદી કરી હતી. આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ આજે પસંદગીની આક્રમક ખરીદી કરી હતી.

એમએસસીઆઈ ઈન્ડેક્સમાં ફેરફાર સાથે  આજે એચડીએફસી બેંકમાં જંગી વોલ્યુમ સાથે ફોરેન ફંડોની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની આગેવાનીએ બેંકિંગ-ફાઈનાન્સ શેરો સહિત અન્ય શેરોમાં સિલેક્ટિવ ખરીદીએ બજારમાં ઈન્વેસ્ટરોમાં ફરી ખુશાલી છવાઈ હતી. ફંડો, ખેલંદાઓએ આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં પણ નવેસરથી પસંદગીની ખરીદી વધારતા સેન્ટીમેન્ટ સુધરતું જોવાયું હતું. આજે અનેક શેરોના ભાવો ઉછળતા રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન વધારો થયો હતો હતું. આમ ગત સપ્તાહના શુક્રવાર અને આજે સોમવારે મળીને બે દિવસમાં રોકાણકારોની સંપતિમાં રૂ.  ૧૪.૨૦ લાખ કરોડનો વધારો થયો છે.

શરૂઆતના વેપારમાંના ટોપ ગેઇનર્સમાં ડીવીસ લેબ, કોલ્પાલ, ટોરેન્ટ ફાર્મા, ગ્રાસીમ, લ્યુપીન, મુથૂટ ફાઈનાન્સ, સન ફાર્મા, ગ્લેનમાર્ક ફાર્મા, સિપ્લા ના શેરમાં વધારો જોવા મળ્યો હતો.ટોપ લુઝર્સમાં ઈન્ડીગો, ટીવીએસ મોટર્સ,જેકે સિમેન્ટ્સ, લાર્સેન, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, હિન્દુસ્તાન યુનીલીવર, ગ્રાસીમ, લ્યુપીન જેવા શેરમાં ઘટાળો જોવા મળ્યો હતો.

વૈશ્વિક શેરબજારની વાત કરીએ તો ગઈકાલે અમેરિકન માર્કેટમાં ડાઉ જોન્સ ૦.૦૩%ના ઘટાળા સાથે બંધ રહ્યો હતો. જ્યારે એસશ્પી ૫૦૦ ૦.૩૦% વધીને અને નેસ્ડેક ૦.૨૭% વધીને સેટલ થયા હતા.બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૨૮% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૨૦%  વધીને ટ્રેડ થઇ રહ્યા હતા.

બીએસઈમાં મંગળવારે કુલ ટ્રેડીંગ થયેલી ૨૯૦૭ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૭૧૫ અને વધનારની સંખ્યા ૨૦૯૩ રહી હતી,૯૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.જ્યારે ૪૭ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧૭ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા.... મિત્રો, શેરબજારમાં ગયા સપ્તાહે જોવા મળેલા મામૂલી ઉછાળા બાદ હવે રોકાણકારોની નજર આગામી દિવસો પર છે. ભારતીય શેર બજારો માટે પાછલું સપ્તાહ ભારે ઉથલપાથલનું નીવડયું છે. વૈશ્વિક મોરચે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત અને યુક્રેને રશીયા પર અમેરિકી મિસાઈલોથી કરેલા હુમલાએ રશીયાની ન્યુક્લિયર યુદ્વની ચીમકીએ જીઓપોલિટીકલ ટેન્શન વધતાં અને બીજી તરફ અદાણી પ્રકરણને લઈ સેન્ટીમેન્ટ ડહોળાયું હતું. સપ્તાહ દરમિયાન મહારાષ્ટ્ર અને ઝારખંડમાં ચૂંટણીઓ યોજાઈ ગયા બાદ મહારાષ્ટ્રમાં ભાજપના નેતૃત્વમાં મહાયુતિની તરફેણમાં જનાદેશને લઈ રાજ્યમાં ફરી સ્થિર, મજબૂત સરકાર રચાવાના સંકેતની પોઝિટીવ અસર આગામી દિવસોમાં બ જારમાં જોવાશે. ગત સપ્તાહના અંતે શુક્રવારે શેર બજારોમાં આવેલી મોટી તેજી  અને ફોરેન ફંડોની વેચવાલી હવે અટકવાના સંભવિત પોઝિટીવ ડેવલપમેન્ટે હાલ તુરત બજારે યુ-ટર્ન લેશે. અનિવાર્ય કરેકશનનો દોર હાલ તુરત પૂરો થયો ગણી શકાય. હવે કોઈપણ અનિચ્છનીય જીઓપોલિટીકલ પરિબળો સિવાય અહીંથી બજાર તેજીના ફૂંફાળા બતાવી કોન્સોલિડેશનના તબક્કામાં ટ્રેડ થતું જોવાશે. સિલેક્ટિવ શેરોમાં તેજી જોવાશે, છતાં ફંડામેન્ટલ અને ઓવર વેલ્યુએશનના ફેકટરને ધ્યાનમાં રાખીને મન ફાવે એ નબળા શેરોમાં ખરીદીથી દૂર રહેવું. જેથી રોકાણકારોને થોભો અને માર્કેટ સ્થિર થાય ત્યાં સુધી રાહ જોવાની સલાહ.આગામી દિવસોમાં શેરબજારનું પ્રદર્શન ઉતાર-ચઢાવથી ભરેલું રહ ી શકે છે.

એમસીએક્સ ગોલ્ડઃ- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડિસેમ્બર ગોલ્ડ રૂ.  ૭૫૩૭૬ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.  ૭૫૪૯૨ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.  ૭૫૩૭૬ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૧૪૯ પોઈન્ટના ઉછાળા સાથે રૂ.  ૭૫૩૭૬ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

એમસીએક્સ સિલ્વરઃ- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે ડિસેમ્બર સિલ્વર રૂ.  ૮૮૧૦૫ પોઈન્ટના મથાળેથી ખુલીને રૂ.  ૮૮૨૦૩ પોઈન્ટના ઊંચા મથાળેથી ઘટાડો નોંધાવી રૂ.  ૮૮૦૪૧ પોઈન્ટના નીચા મથાળે નોંધાવી ૪૯૦ પોઈન્ટના ઉછાળા સાથે ૮૮૧૮૯ આસપાસ ટ્રેન્ડ નોંધાયેલ..!!

હવે જોઈએ ભારતીય શેરબજારની આગામી ટ્રેડીંગ સંદર્ભે સ્ટોક સ્પેશીફીક અંદાજીત રુખ....

મુથૂટ ફાઈનાન્સ (૧૯૩૯): મુથૂટ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ. ૧૯૧૯  આસપાસ ટ્રેડીંગ થતો આ સ્ટોક રૂ. ૧૯૦૯ સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.  ૧૯૪૪ થી રૂ. ૧૯૬૦ સુધી તેજી તરફી ધ્યાન...!!!

અદાણી પોર્ટસ (૧૧૬૪): ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ. ૧૧૫૫ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ!! રૂ.  ૧૧૪૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.  ૧૧૭૭ થી રૂ. ૧૧૯૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે.!

ટાટા કેમિકલ્સ (૧૦૯૨): ૧૦૮૦ નો પ્રથમ તેમજ રૂ.  ૧૦૭૨ ના કોમોડીટી કેમિકલ્સ સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.  ૧૧૦૭ થી રૂ.  ૧૭૧૭  સુધીની તેજી તરફી રુખ નોધાવશે...!!!

જેએસડબ્લ્યુ સ્ટીલ (૯૬૧) : સ્ટીલ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.  ૯૭૩ થી રૂ. ૯૮૮ ના ભાવની સંભાવના ધરાવે છે!! અંદાજીત રૂ.  ૯૪૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!!

રામકો સિમેન્ટ્સ (૯૬૫): રૂ. ૧૦ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ. ૯૪૪ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક સિમેન્ટ એન્ડ સિમેન્ટ પ્રોડક્ટ્સના આ સ્ટોકમાં તેજી તરફી રૂ. ૯૭૭ થી રૂ. ૯૯૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ...!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રિસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટના પ્રોપરાઇટર છે.



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh