Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કલાઈમેટ ચેઈન્જ પર ૧રર એકસપર્ટસના લેન્સેટ કાઉન્ટડાઉનનો રિપોર્ટ
નવી દિલ્હી તા. ૩૦: કલાઈમેટ ચેઈન્જના વિષય પર ૧રર એકસ્પોર્ટના લેન્સેટ ડાઉન રિપોર્ટ અનુસાર ભારત સહિત સમગ્ર વિશ્વ પર ગંભીર રોગોનો ખતરો મંડરાઈ રહ્યો છે.
ભારત, જળવાયુ-સંવેદનશીલ સંક્રમક રોગના વધતાં જોખમનો સામનો કરી રહ્યું છે, જેમાં હિમાચલના વિસ્તારમાં મલેરિયાનો ફેલાવો અને સમગ્ર ભારતમાં ડેન્ગ્યુનું સંક્રમણ સામેલ છે. આરોગ્ય અને કલાઈમેટ ચેન્જ પર ૧રર એકસપર્ટ્સ દ્વારા વિકસિત આઠમાં લેન્સેટ કાઉન્ટડાઉન અનુસાર આ રોગોના ફેલાવાથી કલાઈમેટ-ઈન્ટીગ્રેટેડ ફોરકાસ્ટિંગમાં સુધારો, આરોગ્ય સેવાના પાયાના માળખાને મજબૂત કરવા અને સામુદાયિક જાગૃતતા વધારવાની માગ વધી રહી છે. એવિડેન્સ-બેઝ્ડ રિપોર્ટથી એ પણ જાણ થાય છે કે દેશના તટીય સમુદાયોને વધતાં સમુદ્રી સ્તરના કારણે ગંભીર જોખમોનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે પ્રભાવી પૂર અનુકૂલન યોજનાઓની જરૂર છે.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ પરિણામ ભારત માટે પોતાની આરોગ્ય અને જળવાયુ નીતિઓને પુર્નજીવિત કરવા, નાણાકીય રોકાણને પ્રાથમિકતા આપવા અને કલાઈમેટ ચેન્જની ઉત્પન્ન થનાર સતત વધતાં જોખમોથી પોતાની વસ્તીની રક્ષા કરવા માટે એક મજબૂત અનુકૂળ પ્રતિક્રિયા બનાવવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાનો ઈશારો કરે છે.
લેન્સેટના નવા રિપોર્ટે એક ચિંતાજનક નવી વાસ્તવિકતાને ઉજાગર કરી છે. દુનિયાભરના લોકો રેકોર્ડ તોડ જળવાયુ-જનિત જોખમો સામે ઝઝૂમી રહ્યા હતાં. ચોંકાવનારા આંકડાથી જાણ થાય છે કે આરોગ્ય જોખમોને ટ્રેક કરનાર ૧પ માંથી ૧૦ સંકેતક ર૦ર૩ માં નવા રેકોર્ડ બનાવી ચૂક્યા છે. પ૦ દિવસ એવા પણ રહ્યાં, જ્યારે તાપમાન માનવ આરોગ્ય માટે સંભવિત રીતે હાનિકારક સ્તર સુધી પહોંચી ગયું.
વર્ષ ૨૦૨૩ માં દુનિયા અભૂતપૂર્વ કલાઈમેટ પડકારો સામે ઝઝૂમી રહી છે, જેણે આ વર્ષને અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ બનાવી દીધું છે. વૈશ્વિક તાપમાનમાં સતત વધારાના કારણે ભયંકર દુકાળ, જીવલેણ ગરમીની લહેરો અને વિનાશકારી જંગલની આગ, તોફાન અને પૂરની સ્થિતિ પેદા થઈ ગઈ છે. ગરમીના કારણે થનાર મૃત્યુમાં વધારો થયો, ખાસ કરીને ૬૫ વર્ષથી વધુ ઉંમરના લોકોમાં, ૧૯૯૦ ના દાયકાની તુલનામાં ૧૬૭ ટકાનો ચોંકાવનારો વધારો થયો. વ્યક્તિઓને સરેરાશ ૧,૫૧૨ કલાક હાઈ ટેમ્પરેચરનો સામનો કરવો પડ્યો. જેનાથી ગરમીના તણાવનું મધ્યમ જોખમ પેદા થયું. ૧૯૯૦ ના દાયકાથી ૨૭.૭ ટકાનો વધારો થયો. પરિણામએ થયું કે ૫૧૨ બિલિયન સંભવિત શ્રમ કલાકોનું નુકસાન થયું અને વૈશ્વિક આવકમાં અનુમાન ડોલર ૮૩૫ બિલિયનનું નુકસાન થયું, જેની નિમ્ન અને મધ્યમ આવક વાળા દેશો પર ખૂબ અસર પડી.
વર્ષ ૨૦૧૪ અને ૨૦૨૩ ની વચ્ચે, ગ્લોબલ લેન્ડ એરિયાના ૬૧ ટકા ભાગમાં વધુ વરસાદની ઘટનાઓમાં વધારો થયો. જેનાથી પૂર અને બીમારીઓનું જોખમ વધી ગયું.
તાપમાનમાં વધારાએ મચ્છરજન્ય બિમારીઓ જેમ કે ડેન્ગ્યુના ફેલાવા માટે જળવાયુ અનુકૂળતાને પણ વધારી છે, જે ર૦ર૩ માં દુનિયાભરમાં પ મિલિયનથી વધુ મામલાની સાથે અત્યાર સુધીનું સૌથી વધુ છે. બદલાતી જળવાયુ એવા વાતાવરણનું નિર્માણ કરી રહી છે, જે ડેન્ગ્યુ, મેલેરિયા, વેસ્ટ નાઈલ વાયરસ અને વાઈબ્રિયોસિસ જેવા સંક્રમક બિમારીઓના પ્રચાર માટે અનુકૂળ છે. વિસ્તારોમાં પણ જ્યાં પહેલા આ બીમારીઓનો પ્રકોપ છે.
વર્ષ ૨૦૨૩ માં ગ્લોબલ લેન્ડ એરિયાના ૪૮ ટકા ભાગમાં લગભગ એક મહિના સુધી ભીષણ દુકાળ પડ્યો જે ૧૯૫૧ બાદ બીજું સૌથી મોટું સ્તર છે. આનાથી પાકની પેદાશ, પાણી પુરવઠો અને ખાદ્ય સુરક્ષા પ્રભાવિત થઈ છે. વર્ષ ૧૯૮૧ થી ૨૦૨૧ સુધી દુકાળ અને ગરમ હવાઓની ઘટનાઓમાં વધારાના કારણે વર્ષ ૨૦૨૨ માં ૧૨૪ દેશોમાં વધુ ૧૫૧ મિલિયન લોકોને મધ્યમ કે ગંભીર ખાદ્ય અસુરક્ષાથી ઝઝૂમવું પડી શકે છે.
કલાઈમેટ ચેન્જથી પ્રેરિત ગંભીર વિકાસ છતાં લેન્સેટ રિપોર્ટમાં અમુક સકારાત્મક વિકાસોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે એક શ્રેષ્ઠ દુનિયાની આશા જગાડે છે. કોલસો સળગાવવામાં ઘટાડાના કારણે વાયુ પ્રદુષણથી થનારા મોતનો ઘટાડો આવ્યો છે અને સ્વચ્છ ઉર્જામાં ગ્લોબલ ઈન્વેસ્ટમેન્ટ ૨૦૨૩ માં ૧.૯ ટ્રિલિયન ડોલર થઈ ગયું છે. નવીનીકરણીય ઉર્જામાં રોજગાર રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયું છે, જે રોજગાર સુરક્ષાનું સમર્થન કરવામાં આ વિસ્તારની ક્ષમતાને દર્શાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial