Advertisement
Author: નોબત સમાચાર

રાજ્ય સરકાર ૬ નવે.થી ૧પ જાન્યુ. સુધી ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઈની ટેકાના ભાવે કરશે ખરીદી

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ મારફત

જામનગર તા. ૩૦: રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ખરીફ પાકોની લઘુતમ ટેકાના ભાવે સીધી ખરીદી કરવામાં આવશે જેના ભાગરૂપે ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઈની ટેકાના ભાવે ખરીદી તા. ૬ નવેમ્બરથી તા. ૧પ જાન્યુઆરી સુધી કરવામાં આવશે, તેમ જાહેર થયું છે.

ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન-ર૦ર૪-રપ માં રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે ડાંગર, બાજરી, રાગી, મકાઈની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિ. મારફતે કરવામાં આવશે.

લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતોએ એરલાઈન નોંધણી સમગ્ર રાજ્યમાં સ્થાનિકોએ ગ્રામ્ય કક્ષાએ વીસીઈ મારફતે તેમજ તાલુકા કક્ષાએ નિગમના ગોડાઉનમાં તા. ૩૧-૧૦-ર૪ સુધી ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ કરવામાં આવશે.

ટેકાના ભાવે ખરીદી તા. ૬-૧૧-ર૪ લાભપાંચમથી તા. ૧પ-૧-ર૦રપ દરમિયાન કરવામાં આવશે. બાજરી જુવાર તથા રાગીના ટેકાના ભાવ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલ રૂ. ૩૦૦ નું બોનસ આપવામાં આવશે.

ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટેના જરૂરી આધાર-પુરાવા જેવા કે, આધાર કાર્ડની નકલ, અદ્યતન ગામ નમુનો ૭/૧ર, ૮-અની નકલ, ગામ નમુના ૧રમાં પાક વાવણી અંગે એન્ટ્રીના થઈ હોય, તો પાકની વાવણી અંગેનો તલાટીના સહી-સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામની બેન્ક ખાતાની વિગત, બેન્ક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ અરજી પત્રકની સાથે લાવવાની રહેશે. રાજ્યના ખેડૂતો તેઓનો પાક લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છુક હોય તેઓની ઓનલાઈન નોંધણી ફરિયાત છે. ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવેલ ખેડૂતોને એસએમએસ મારફતે ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. ખરીદી સમયે ખેડૂતે પોતાનું આધારકાર્ડ-ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ જથ્થો ખરીદવામાં આવશે. નોંધણી કરાવતી વખતે તમામ ડોક્યુમેન્ટ્સ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ છોડતા પહેલા કાળજી રાખવાની રહેશે.

ડોક્યુમેન્ટ્સની ચકાસણી દરમિયાન જો ખોટા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરાયા હોવાનું ધ્યાને આવશે તો ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ કરવામાં નહીં આવે. નોંધણી બાબતે કોઈ મુશ્કેલી જણાય તો હેલ્પલાઈન નંબર ૮પ૧૧૧ ૭૧૭૧૮ તથા ૮પ૧૧૧ ૭૧૭૧૯ પર સંપર્ક કરવાનો રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh