Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઓખામાં માછીમારને આવ્યો હૃદયરોગનો હુમલોઃ
જામનગર તા. ૩૦: કલ્યાણપુરના દેવરીયા ગામના એક શિક્ષક ગઈકાલે ખરીદી માટે નીકળ્યા પછી પાણી ભરેલા ખાડામાં પડી જતાં મોતને શરણ થયા છે. ઓખામાં માછીમારને હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે. ખંભાળિયાના કંડોરણા ગામના એક યુવાનની તબીયત લથડ્યા પછી તેમના પર કાળનો પંજો પડ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના દેવરીયા ગામમાં વસવાટ કરતા શિક્ષક નેભાભાઈ કાનાભાઈ કરમુર ગઈ કાલે સવારે ખરીદી કરવા માટે ઘરેથી નીકળ્યા હતા.
તેઓના ઘરથી એકાદ કિલો મીટર દૂર આવેલા પાણી ભરેલા ખાડા પાસે પહોંચ્યા પછી નેભાભાઈ કોઈ રીતે તેમાં પડી ગયા હતા. બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયેલા નેભાભાઈનું મૃત્યુ નિપજ્યું છે. તેમના નાનાભાઈ જીવાભાઈ કરમુરે પોલીસને જાણ કરી છે.
ખંભાળિયા તાલુકાના કંડોરણા ગામના નિલેશભાઈ અમૃતલાલ રાજ્યગુરૂ (ઉ.વ.૨૮) નામના યુવાનની ગયા શનિવારે તબીયત લથડતા સારવાર માટે દવાખાને દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. દુર્ગાબેન અમૃતલાલે પોલીસમાં જાણ કરી છે. પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
ઓખામાં આવેલા આર.કે. બંદર પર આર.કે. જેટી સ્થિત હરસિદ્ધિ-૧ નામની બોટમાં માછીમારી માટે આવીને રહેતા મૂળ ગિર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના અરણેજ ગામના લાખાભાઈ ભીખાભાઈ મોરાસીયા (ઉ.વ.૪૮) નામના માછીમાર ગઈકાલે સાંજે બોટમાંથી મચ્છી ઉતારતા હતા ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા ઢળી પડ્યા હતા. દવાખાને લઈ જવાયેલા લાખાભાઈનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયાનું દેવાભાઈ સામતભાઈ રાઠોડે જાહેર કર્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial