Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રિક્ષા સાથે મોટર અથડાતા ત્રણ યુવાનને ઈજાઃ
જામનગર તા. ૩૦: જામનગરના રણજીત રોડ પર થોડા દિવસ પહેલાં મોડીરાત્રે રિક્ષા સાથે મોટર ટકરાઈ પડી હતી. રિક્ષામાં જઈ રહેલા ત્રણ યુવાન ઘવાયા હતા. મોટરના ચાલક સામે પોલીસમાં ફરિયાદ કરાઈ છે. સોમવારે સાંજે ભાણવડના ધારાગઢ ફાટક પાસે બાઈક સાથે મોટર અથડાઈ છે. બાઈકચાલકને ગંભીર ઈજા થતાં સારવારમાં ખસેડવામાં આવ્યા છે.
જામનગરના જોડિયા ભુંગા વિસ્તારમાં રહેતા નવાઝ અકબરભાઈ કેર તથા તેમના માસીના દીકરા વસીમ અને મયુદ્દીન નામના યુવાનો ગઈ તા.૧૭ની રાત્રે બેડીનાકાથી સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ તરફ જીજે-૧૦-ટીઝેડ ૨૫૬૭ નંબરની રિક્ષામાં જતા હતા. ત્યારે રણજીત રોડ પર બેંક ઓફ બરોડા પાસે રાત્રે બે વાગ્યે રિક્ષાની સાથે જીજે-૩-એચકે ૪૪૦૯ નંબરની અલ્ટો મોટર ધડાકાભેર ટકરાઈ પડી હતી.
આ અકસ્માતમાં ઈજા પામેલા વસીમ તથા નવાઝને સારવારમાં ખસેડવામાં આવ્યા છે. મયુદ્દીનને ફ્રેકક્ચર થઈ ગયું છે. મોટરના ચાલક સામે સિટી બી ડિવિઝનમાં નવાઝ કેરે ફરિયાદ નોંધાવી છે.
દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના માનપર ગામના વાડી વિસ્તારમાં વસવાટ કરતા ભરતભાઈ ગોવિંદભાઈ બેરા સોમવારે સાંજે જીજે-૧૦-સીસી ૬૦૦૧ નંબરના બાઈક પર જામજોધપુરથી પરત આવતા હતા ત્યારે ધારાગઢ ગામના ફાટક પાસે તેમની સાથે જીજે-૧૦-ડીઈ ૪૧૯૦ નંબરની મોટર ટકરાઈ પડી હતી. તે મોટરના ચાલક જામજોધપુરના ભાવેશ હીરજીભાઈ કલોલાએ રોંગ સાઈડમાં મોટર ચલાવી અકસ્માત સર્જતા ભરતભાઈને પગમાં ગંભીર ઈજા થઈ છે. ભાણવડ પોલીસ સ્ટેશનમાં ગોવિંદભાઈ મેરામણભાઈ બેરાએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial