Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાંસદ પૂનમબેન માડમ દ્વારા દિવાળી પર્વે
જામનગર તા. ૩૦: દિવાળી પર્વ શૃંખલા દેશભરમાં સૌથી વધુ ઉજવાતો નહેવાર છે, ત્યારે પ્રજ્ઞાચક્ષુઓ, દિવ્યાંગોની ઉત્સવ ઉર્મીઓને સન્માન આપવા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય પૂનમબેન માડમએ જામનગરમાં અંધજન વિવિધલક્ષી તાલીમ કેન્દ્રમાં પ્રજ્ઞાચક્ષુઓ સાથે તહેવાર અનુસંધાને ઉજવણીના ભાગરૂપે સૌને મીઠાઈ વિતરણ કર્યું તેવી જ રીતે જી.જી. હોસ્પિટલમાં બાળકોના એક ખાસ વોર્ડમાં મીઠાઈ વિતરણ કર્યું હતું.
આ ઉજવણીના ભાગરૂપે ઓમ ટ્રેનિંગ સ્કૂલમાં દિવ્યાંગ બાળકોએ બનાવેલા દિવડા સહિતની વસ્તુઓ ખરીદી 'વોકલ ફોર લોકલ'નું આહ્વાન કરી દિવ્યાંગોએ બનાવેલ વસ્તુઓ ખરીદીને તેઓના જીવનમાં ઉજવણીનો ઉજાસ પાથરવા આહ્વાન કર્યું હતું.
પ્રજ્ઞાચક્ષુઓના ભીતરના અજવાળા તેમજ દિવ્યાંગોમાં ખામી સાથે ખૂબીઓના દર્શન કરવાનો આ લ્હાવો ભાવસભર રહ્યાનું સંસદસભ્ય પૂનમબેન માડમએ આ પ્રસંગે જણાવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial