Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શ્રી વિદ્યોત્તેજક મંડળ, જામનગર સંચાલિત
જામનગર તા. ૩૦: તાજેતરમાં શ્રી વિદ્યોત્તેજક મંડળ સંચાલિત મ્યુનિ. હાઈસ્કૂલ, જામનગરમાં સરકારના જ્ઞાન કુંજ પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે નવનિર્મિત અદ્યતન કોમ્પ્યુટર લેબ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમના અધ્યક્ષસ્થાને વિદ્યોતેજક મંડળના ઉપપ્રમુખ અરવિંદભાઈ શાહ હાજર રહ્યા હતા. ઉપરાંત સહમંત્રી હસમુખ શાહ, ડો. સંજય દત્તાણી હાજર રહ્યા હતા. આ તકે મહેમાનોને આવકારી આચાર્ય કેતનભાઈ વાછાણીએ આધુનિક સમયમાં શિક્ષણમાં કોમ્પ્યુટરનું મહત્ત્વ સમજાવ્યું હતું. પ્રાસંગિક ઉદ્બોધનમાં અરવિંદભાઈએ કોમ્પ્યુટર આજના બાળકોને ભવિષ્યના ઘડતરમાં ઘણું લાભદાયક છે એ મતલબની વાત કરી હતી. સહમંત્રીએ પણ કોમ્પ્યુટર શિક્ષણ આજના સમયની માંગ અંગે વિદ્યાર્થીઓને સમજ આપી હતી. અતિથિઓ તથા વિદ્યાર્થીઓના હસ્તે કોમ્પ્યુટર લેબને વિદ્યાર્થીઓને અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનં સંચાલન કિરીટ ગોસ્વામીએ કર્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial