Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેમ્પમાં ૮૩ લાભાર્થીઃ સેવિયર ગ્રુપના ઉપક્રમે
લાયન્સ ક્લબ ઓફ જામનગર (વેસ્ટ) દ્વારા ગોઠણ તથા થાપાને લગતી સમસ્યા અંગેનો નિઃશુલ્ક કેમ્પ તાજેતરમાં ઈન્દુ મધુ મેડિકલ સેન્ટરમાં યોજવામાં આવ્યો હતો. સેવિયર ગ્રુપ ઓફ હોસ્પિટલ (અમદાવાદ) ના ઉપક્રમે ડો. એચ.પી. ભાલોડિયાની ટીમ અમદાવાદથી આવી હતી. જેમાં ડો. ચૈતન્યભાઈ પંડ્યા, ડો. હાર્દ જોષી અને ડો. મહેન્દ્ર જયસ્વાલ હાજર રહ્યા હતાં. લાયન્સ ગ્રુપ ઓફ જામનગર (વેસ્ટ) દ્વારા આ પ્રોજેક્ટના ઈન્ચાર્જ એફડીઆઈ ધર્મેન્દ્રભાઈ મહેતા હતાં. ૮૩ લોકોએ આ કેમ્પનો લાભ લીધો હતો. ઈન્દુ મધુ હોસ્પિટલના ટ્રસ્ટી વિશાલભાઈ મહેતા, કર્મચારી સંજયભાઈ મહેતાએ આ કેમ્પમાં સહયોગ આપ્યો હતો. આ તકે લાયન્સના પ્રમુખ જતિનભાઈ શાહ, સેક્રેટરી અશોકભાઈ કુબાવત, ટ્રેઝરર હિમાંશુભાઈ મકીમ, કિરીટભાઈ મહેતા (કેપ્ટન), મહેન્દ્રભાઈ શાહ અને રમેશભાઈ ખંડેલવાલ હાજર રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial