Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કિસાન કોંગ્રેસ દ્વારા
ખંભાળીયા તા. ૩૦: ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં કરોડો રૂપિયાની સહાય અતિવૃષ્ટિ સંદર્ભમાં ખેડૂતોમાં કરાઈ છે ત્યારે કિસાન કોંગ્રેસના રાજય પ્રમુખ પાલભાઈ આંબલીયાએ જિલ્લા કલેક્ટર દ્વારકા મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપીને વેધક સવાલો ઉઠાવીને સહાય જાહેરાતના આંકડા મુજબ સરકાર ચૂકવણું ના કરતી હોવાનો આક્ષેપ કર્યો હતો.
તેમણે જણાવેલ કે, ર૦૧૯ માં ૩૭પ૦ કરોડની સહાયની જાહેરાત સામે માત્ર ૧ર૦૦ કરોડ જ ચૂકવાયા હતાં. જેની જુલાઈ-ઓગસ્ટના ૧૭૬૯ કરોડના પેકેજમાંથી પ૦૦ કરોડ પણ નહીં ચૂકવાયા...!!
ખેડૂતોના પિયત પાકને ફરજીયાત બીનપિયત ગણીને તેનું ફોર્મ ભરવા જણાવાતા ખેડૂતોને સીધું રર હજાર સુધી હેક્ટરે નુકસાન થયું છે. જુલાઈ-ઓગસ્ટ, સપ્ટેમ્બરના રાહત પેકેજમાં પણ વહાલા-દવલાની નીતિ કામ કરી ગઈ છે તથા ઘેડ પંથક જ્યાં ચાર માસ સુધી પાણી ભરાયા હતાં ત્યાં પણ સાર્વત્રિકને બદલે લીસ્ટેડ લોકોેને જ લાભ મળશે. અન્ય કેટલાક જિલ્લામાં સાર્વત્રિક લાભ છે...! ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવનારા ખેડૂતો રાહત પેકેજના લાભથી વંચિત શા માટે...?
ઓગસ્ટનું સર્વે ૫ૂરૃં થયા પહેલા રાહત પેકેજ જાહેર, લાલપુર, જામજોધપુર તાલુકામાં મગફળી પાક નુકસાન સર્વે નહીં. પોરબંદર, વિસાવદર, વંથલી, મેંદરડા તાલુકા રાહતથી વંચિત કેમ...? જુલાઈમાં લાભ લીધો તેને ઓગસ્ટમાં વરસાદ છતાં લાભ નહીં...!! કેન્દ્ર સરકાર અન્ય રાજ્યોમાં પાક વીમા પ્રિમિયમ ચૂકવે છે. તો ગુજરાતમાં કેમ નહીં...? ર૦ર૦-ર૧ નું ૧ર લાખ ખેડૂતોનું ૪પ૦ કરોડનું વીમા પ્રિમિયમ ક્યારે પરત મળશે...? જમીન ધોવાણ, પાક હાનિનું વળતર આપો તથા ખાનગી વીમા કંપનીના પ્રિમિયમ જેટલી રકમ પણ સરકારે ના ચૂકવ્યાનો આક્ષેપ થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial