Advertisement
Author: નોબત સમાચાર

પુત્રીને તેડવા જવાનું કહીને નીકળેલા મહિલા થયા ગુમ

પતિએ પોલીસને જાણ કરીઃ

જામનગર તા. ૩૦: જામનગરના મયુરનગર પાસે રહેતા એક પરિણીતા મહિના પહેલાં સવારના સમયે પોતાના ઘરેથી પુત્રીને તેડવા માટે જતા હોવાનું કહીને નીકળ્યા પછી ગુમ થઈ ગયા છે. પતિએ પોલીસને જાણ કરી છે.

જામનગરના મયુરનગર વિસ્તારમાં આવેલી પ્રજાપતિ વાડી નજીક વસવાટ કરતા સુરેશભાઈ દિલીપભાઈ રાઠોડ નામના યુવાનના પત્ની ડિમ્પલબેન (ઉ.વ.૩ર) ગઈ તા.૨૮ સપ્ટેમ્બરની સવારે દસેક વાગ્યે પોતાની પુત્રીને શાળાએથી તેડવા જવાનંુ કહીને નીકળ્યા હતા.

ત્યારપછી આ પરિણીતા પરત નહીં આવતા પતિએ તમામ સંભવિતઃ સ્થળોએ તપાસ કરાવી હતી. તેમ છતાં ડિમ્પલબેનનો પત્તો નહીં લાગતા આખરે પોલીસને જાણ કરી છે. પોલીસે ગુમનોંધ પરથી તપાસ શરૂ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh