Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૩૦: ખંભાળીયામાં આ વર્ષે છેક આસો. માસ સુધી સતત વરસાદ ચાલુ રહેતા તથા ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું હોય બજારોમાં રોનક છીનવાઈ ગયા જેવી સ્થિતિ થઈ હતી તથા તહેવારોને ધ્યાને લઈઙ્મો અગાઉથી માલ મંગાવી બેઠેલા ઈલેકટ્રોનિકના વેપારીઓ, ફરસાણ, મીઠાઈ તથા ગૃહ ઉપયોગી વસ્તુવાળા નવરા બેઠા હતા પણ ગઈકાલ બપોરથી મોડી સાંજ રાત સુધી બજારોમાં ભીડ ઉમટી પડતા વેપારીઓમાં સારા ધંધાની આશા બંધાઈ છે.
ગઈકાલે રંગવાળા, દીવા, રોશની ઈલેકટ્રીક તથા ઈલેકટ્રોનીકના વેપારીઓ, ફટાકડાવાળા, મીઠાઈઓ, ઠંડા, પીણા, ગૃહ ઉદ્યોગ વસ્તુઓ વાળાને ત્યાં ગ્રાહકો ઉમટડી પડતા શહેરમાં નગરગેઈટથી મુખ્ય બજાર, કલ્યાણજી મંદિર રોડ, શાકમાર્કેટ, જોધપુર ગેઈટ, મહાપ્રભુજી બેઠક રોડ, સતવારાવાડ, રાજડારોડ જેવા વિસ્તારોમાં લોકો ઉમટી પડતા ઠેક ઠેકાણે રસ્તા જામ જેવી સ્થિતિ થઈ હતી તો આવી જ સ્થિતિ ખંભાળીયામાં લુહારશાળ, ઝવેરીબજાર જેવા વિસ્તારોમાં પણ થઈ હતી.
ચીક્કાર ભીડમાં વનવેનો ભંગ, સામસામા રિક્ષા તથા વાહનો આવી જવા આડેધડ પાર્કીંગ ગમે ત્યાં દુકાનો પાસે બાઈકો પાર્ક કરવાના લીધે ટ્રાફિક સમસ્યા પણ વિકટ થતાં ચાલીને ના જઈ શકાય તેવી સ્થિતિ બજારોમાં થઈ હતી. તો અનેક રસ્તાઓ પર રેંકડીવાળાઓએ કબજો કરતા ટ્રાફિક જામની સ્થિતિ પણ થઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial