Advertisement
Author: નોબત સમાચાર

જામનગર, દ્વારકા, વરવાળામાં ચલણી નોટના નંબર પર જુગાર રમતા ઝડપાયા

મીઠાપુરમાંથી પકડાયો તીનપત્તીનો જુગારઃ

જામનગર તા. ૩૦: જામનગરના કિસાનચોક પાસે ચલણી નોટના નંબર પર જુગાર રમતા બે શખ્સ ઝડપાયા છે. જ્યારે દ્વારકા શહેર, વરવાળા ગામમાં એકીબેકી બોલતા ચાર શખ્સ પોલીસના દરોડામાં પકડાયા છે. ઉપરાંત મીઠાપુરમાં ગંજીપાના કૂટતા બે શખ્સને પોલીસે દબોચી લીધા છે.

જામનગરના કિસાનચોક નજીક આવેલા ફુલીયા હનુમાન મંદિર પાસે ગઈકાલે સવારે જાહેરમાં ચલણી નોટના નંબર પર એકીબેકી બોલી જુગાર રમી રહેલા ફૈઝલ કાદરભાઈ બ્લોચ તથા ગોવિંદભાઈ આત્મારામ ગોદરીયા નામના બે શખ્સને પોલીસે પકડી લીધા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુરમાં ગોદામ વિસ્તાર પાછળ ઝૂંપડપટ્ટી નજીક ઝાડ નીચે ગઈકાલે સાંજે ગંજીપાના કૂટી રહેલા અમિત કિશોરભાઈ ચારોલીયા, ભીખલ રમેશભાઈ સંચાણીયા નામના બે શખ્સને પોલીસે દબોચી લીધા છે.

દ્વારકા શહેરમાં ગઈકાલે બપોરે નોટના નંબર પર એકી બેકી બોલતા કારાભાઈ લાખાભાઈ કરમટા, ચંદ્રેશ બાબુભાઈ મકવાણા નામના બે શખ્સને પોલીસે પકડ્યા છે.

દ્વારકા તાલુકાના વરવાળા ગામમાં નોટના નંબર પર જુગાર રમતા રાજેશ રામાભાઈ ચૌહાણ, જેસાભાઈ અમરાભાઈ ચૌહાણ નામના બે શખ્સ પણ પોલીસના દરોડામાં ઝડપાઈ ગયા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh