Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈન-સ્કૂલ યોજનાની ટેકવોન્ડો જિલ્લા કક્ષાની સ્પર્ધામાં
જામનગર તા. ૩૦: સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત કાર્યરત ઈન સ્કૂલ યોજનામાં અનેક શાળાઓ અને સંસ્થાઓ ભાગ લઈ રહી છે. જામનગમાં આવેલ શ્રી સાંઈ વિદ્યા સંકુલ, જોડિયાના ખેલાડીઓએ શાળાકીય જિલ્લા કક્ષા ટેકવોન્ડો સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં જિલ્લા કક્ષાએ ૧પ ગોલ્ડ, ૧૯ સિલ્વર અનેર૧ બ્રોન્ઝ થઈને કુલ પપ મેડલો વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યા હતાં. આ શાળાકીય જિલ્લા કક્ષા ટેકવોન્ડો સ્પર્ધા અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન, જામનગરમાં યોજાઈ હતી.
શાળાકીય જિલ્લા કક્ષા ટેકવોન્ડો ભાઈઓ-બહેનો કેટેગરીની સ્પર્ધામાં અલગ અલગ વયજુથ અને વજન જુથના આધારે વિવિધ વિજેતાઓને મેડલ અર્પણ કરવામાં આવ્યા હતાં, જેમાં ગોલ્ડ મેડલ કેટેગરીમાં પિંગળ ભવ્યરાજસિંહ, સોરઠિયા જય, ભીમાણી મિહિર, હિંસુ જૈનિસ, શ્વેત મકવાણા, સોયગામા ભાવેશ, ટોયટા પિયુષ, ગોસાઈ નિખિલ, કાચા જય, રાઠોડ સુમિત, વકાતર મહેશ, પિંગળ યશરાજસિંહ, વકાતર સાગર, રામાવત તુલસી, ગોસાઈ જાનવીએ પ્રાપ્ત કર્યા છે.
સિલ્વર મેડલ કેટેગરીમાં લાડક મેરાજ, કાનાણી હેત, ભીમાણી નક્ષ, કાચા ભવ્ય, સોયગામા વરૂણ, સોયગામા સંદીપ, ભરવાડ કાનાભાઈ, ચૌહાણ હિમેશ, પરમાર ચિરાગ, સોઢા મીતરાજસિંહ, સોનાગરા સાગર, માલવીયા રવિ, વકાતર પોપટ, ગોધાણી હેત, સોયગામા દર્શન, પોપટપુત્રા તાબીસ, સેતા રાહિલ, ઝાપડા જગમલ, મકવાણા રોશનીબેનએ પ્રાપ્ત કર્યા છે.
બ્રોન્ઝ મેડલ કેટેગરીમાં કાનાણી વ્યોમકુમાર, ઠાકર પ્રિયાંશુ, ઝાપડા વિજય, નકુમ કેયુર, સાંચલા શિવમ્, વકાતર રવિ, વકાતર ગૌતમ, ભીમાણી સોહમ, સમેજા રેહાન, સિઠાર ઈલ્યાસ, ઝાપડા સંદીપ, ગોઠી જસ્મિન, વકાતર વેલો, જાડેજા યશરાજસિંહ, સોઢા ક્રિપાલસિંહ, વાંક પાર્થ, ખાટરિયા જેનીશા, કાનાણી આરના, જાડેજા કૃપાલીબા, કુંડારિયા હાર્વીબેન, ખાટરિયા દેવાંશીબેનએ પ્રાપ્ત કર્યા છે.
આ તકે શ્રી સાંઈ વિદ્યા સંકુલ, જોડિયા તાલુકા અને જામનગર જિલ્લાના ગૌરવમાં વધારો કરવા બદલ શાળાના આચાર્ય જગદીશ વીરમગામા, શાળાના ટ્રસ્ટીઓ અને શિક્ષક મિત્રોએ તમામ વિજેતા ખેલાડીઓને અને તેમના કોચ જયવીરસિંહ સરવૈયાને શુભકામના પાઠવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial