Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેનેડાના ગંભીર આપેક્ષો પછી ભારત-કેનેડા વચ્ચે તણાવ પરાકાષ્ટાએ
નવી દિલ્હી તા. ૩૦: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી નજીકના લોકોનો કેનેડમાં ગુનાહિત ષડ્યંત્રોમાં હાથ હોવાનો ગંભીર આક્ષેપ કેનેડાની ટ્રુડો સરકારે કરતા ભારત-કેનેડા વચ્ચે તંગદિલી પરાકાસ્ટાએ પહોંચી છે.
ભારત અને કેનેડા વચ્ચે તપાવ સતત વધતો જઈ રહ્યો છે, જો કે કેનેડા સરકારના નવા આરોપોથી ભારત અને કેનેડા વચ્ચે સંબંધો વધુ બગડે તેવી શક્યતા છે. કેનેડિયન હાઈ કમિશનરને સસ્પેન્ડ કર્યા પછી અને ભારતે પોતાના અધિકારીઓને પરત બોલાવ્યા પછી સ્થિતિ વધુ વણસી ગઈ છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા પર ભારતે ઘણી વખત પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે અને કેનેડાના આરોપોને રદિયો આપ્યો છે. હવે એક નવો દાવો કરવામાં આવ્યો છે.
કેનેડાના વિદેશ બાબતોના નાયબ મંત્રી ડેવિડ મોરિસને સાંસદોને જણાવ્યું હતું કે, 'કેનેડિયન પોલીસે આરોપ લગાવ્યો છે કે કેનેડામાં ગુનાહિત ષડ્યંત્ર પાછળ મોદીની નજીકના લોકોમાંથી એકનો હાથ છે. એવો આરોપ છે કે કેનેડામાં હત્યા અને ધાકધમકી સહિતના મોટા ગુનાઓમાં ભારતની ભૂમિકા રહી છે.'
કેનેડિયન મંત્રીએ કહ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના એક વરિષ્ઠ અધિકારી પર કેનેડિયનોને ડરાવવા અથવા મારી નાખવા માટે એક અભિયાનને અધિધૃત કરવાનો આરોપ લાગ્યો છે. ડેવિડ મોરિસને જાહેર સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિમાં સાંસદો સમક્ષ સાક્ષી પુરવા હાજર થયા હતાં.
મંગળવાર પહેલા કેનેડિયન અધિકારીઓએ રેકોર્ડ પર માત્ર એટલું જ કહેતા હતાં કે ભારત સરકારના હાઈલેવલ દ્વારા જ કાવતરા અંગે જાણી શકાશે. કેનેડિયન પોલીસ કમિશનર માઈક ડુહેમે જણાવ્યું હતું કે પોલીસના પુરાવા દર્શાવે છે કે ભારતીય રાજદ્વારીઓ અને કોન્સ્યુલર સ્ટાફે ભારત સરકાર માટે માહિતી એકઠી કરી હતી, જેનો ઉપયોગ કેનેડામાં હિંસા કરવા માટે ગુનાહિત સંગઠનોને સૂચના આપવા માટે કરવામાં આવતો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial