Advertisement
Author: નોબત સમાચાર

દિવાળીના તહેવાર નિમિત્તે ગામડે જવાની ઈચ્છા વ્યક્ત કર્યા પછી તરૂણીનું વિષપાન

હડિયાણામાં ખેતમજૂરી કરતા પરિવાર પર વીજળી ત્રાટકીઃ

જામનગર તા. ૩૦: જોડિયાના હડિયાણામાં ખેત મજૂરી માટે આવીને રહેતા મૂળ છોટા ઉદેપુર જિલ્લાના એક શ્રમિકના પુત્રીએ દિવાળીનો તહેવાર કરવા ગામડે જવાની ઈચ્છા પિતા સમક્ષ વ્યકત કર્યા પછી પિતાએ કપાસની મોસમ પૂરી થયે ગામડે જવાનું કહેતા આ તરૂણીએ ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે.

જોડિયા તાલુકાના હડિયાણા ગામમાં આવેલા મહેશભાઈ ચંદુભાઈ કાનાણી નામના ખેડૂતના ખેતરમાં મજૂરી કામ માટે આવીને રહેતા મૂળ છોટા ઉદેપુર જિલ્લાના કાછેલ ગામના વતની રામસિંગ હારલીયાભાઈ નાયકા નામના આદિવાસી શ્રમિકના પુત્રી મંજુલાબેન (ઉ.વ.૧૬)એ દિવાળી નિમિત્તે પોતાના વતન જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

પિતા રામસિંગે હાલમાં કપાસની મોસમ ચાલતી હોવાથી મોસમ પૂરી થયા પછી ગામડે જવાની વાત કરતા મંજુલાબેનને માઠું લાગી આવ્યું હતું. આ તરૂણીએ ગઈકાલે કોઈ ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

આ તરૂણીને ઉલ્ટીઓ થવા લાગ્યા પછી તેણી બેભાન બની ગઈ હતી. સારવાર માટે જાંબુડા સ્થિત સરકારી હોસ્પિટલમાં લઈ જવાયેલા મંજુલાબેનને ફરજ પરના તબીબે મૃત્યુ પામેલા જાહેર કરતા પિતા રામસિંગે પોલીસને જાણ કરી છે. જોડિયાના જમાદાર એન.એમ. ભીમાણીએ અપમૃત્યુની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh