Advertisement
Author: નોબત સમાચાર

જામનગર નજીક સરકારી જમીન પચાવી પાડતા ભૂમાફિયાઓ

ગામના સરપંચ દ્વારા રજૂઆતઃ

જામનગર તા. ૩૦: જામનગર નજીકના દડિયા ગામમાં ૪૦ હજાર ફૂટ જગ્યામાં ભુમાફિયાઓ દ્વારા ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું છે. આ અંગે ગ્રામ પંચાયત દ્વારા જિલ્લા-તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

દડિયા ગામના સરપંચ રાજેશ લખિયરએ આ રજૂઆતમાં જણાવ્યું છે કે, દડિયા ગામની સરકારી ખરાબાની જમીનમાં ભૂમાફિયાઓ દ્વારા કબજે કરી લેવામાં આવ્યો છે.

સરકારી રેકોર્ડમાં જે તે સમયમાં ગ્રામ પંચાયતના રજિસ્ટરમાં અમુક વ્યક્તિઓએ સરકારી કર્મચારી સાથે મળીને ચેડા કર્યા હતાં અને ખોટી રીતે સરકારી પડતર જમીન પોતાના નામે કરી લીધી હતી. આ બાબત ગ્રામ પંચાયતના વર્તમાન સદસ્યોને ધ્યાનમાં આવતા તેમણે સર્વાધિક અધિકારી સમક્ષ લેખિત ફરિયાદ કરી છે અને જમીન કૌભાંડની તપાસ કરવા માંગણી કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh