Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વધુ એક ટેલેન્ટની હિન્દી ફિલ્મ જગતમાં સિદ્ધિઃ
જામનગર તા. ૩૦: જામનગરના જાણીતા સામાજિક કાર્યકર શૈલેષભાઈ ગઢવીના દીકરી કુ. હેત ગઢવી નીફ્ટ હૈદ્રાબાદમાં ટેક્સટાઈલ ગ્રેજ્યુએશન પછી મીલાન (ઈટલી) માં ઈન્સ્ટિટ્યૂટ મેરેંગોની સ્ટાઈલીસ્ટ અને કોસ્ચ્યુમ ડિઝાઈનીંગમાં માસ્ટર્સ કરી માદરે વતનમાં મુંબઈમાં પોતાના અભ્યાસ પછી કામ કરે છે ત્યારે બોલિવૂડ ફેમ કોસ્ચ્યુમ ડિઝાઈનર નિહારિકા ભસીનની ટીમમાં જોડાઈ દિવાળીના તહેવારોમાં નવી રીલીઝ થતી ફિલ્મ ભૂલભૂલૈયા ૩ મા આસી. કોસ્ચ્યુમ ડિઝાઈનર તરીકે સ્ટારકાસ્ટના કોસ્ચ્યુમ્સ ડિઝાઈન કરેલ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, જામનગરના અનેક કલાકારો વિવિધ કલાક્ષેત્રે પોતાની આગવી પ્રતિભા દેખાડી ચૂક્યા છે, પણ લોકો જે કલાકારોની ફેશનને ફોલોઅપ કરે છે ત્યારે લોકો ભૂલભુલૈયા ૩ ના કલાકારોની ફેશનને ફોલોઅપ કરશે ત્યારે ઉલ્લેખનિય છે કે, આ કોસ્ચ્યુમ્સ ક્યાંય ને ક્યાંય જામનગરની દીકરીએ ડિઝાઈન કરેલા છે.
આ પહેલા પણ કુ. હેત ગઢવી જેકી શ્રોફ અને ટાઈગર શ્રોફની ઉબેર એડ તેમજ બોલિવૂડ મુવી અને વેબસીરીઝ જેવી કે ગેસલાઈટ, નવ શિખ્યા, ગોટમાં આસિસ્ટન્ટ કોસ્ચ્યુમ ડિઝાઈનર તરીકે કામ કરી ચૂકેલ છે.
હેત ગઢવી આ ઉપરાંત પણ અનેક બોલિવૂડ સેલીબ્રિટિશના કોસ્ચ્યુમ ડિઝાઈન કરી ચૂક્યા છે જે સમગ્ર ગઢવી સમાજ અને જામનગર માટે ગૌરવની વાત છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial