Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અશાંત વૈશ્વિક સ્થિતિમાં સોનું દેશમાં જ રાખવું હિતાવહ
મુંબઈ તા. ૩૦: ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા ધનતેરસના અવસરે ભારત ૧૦૨ ટન સોનું લેવાયું છે.
ધનતેરસનો દિવસ સામાન્ય રીતે સોનાની ખરીદીનો દિવસ હોય છે. મોટા ભાગે લોકો ધનતેરસના દિવસે સોનું ખરીદી ઘરે લાવે છે. સામાન્ય લોકોની જેમ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પણ ધનતેરસના અવસર પર લંડનથી ૧૦૨ ટન સોનું ભારતમાં પાછું શિફટ કરી દીધુ છે. સપ્ટેમ્બરના અંતમાં આરબીઆઈ પાસે કુલ ૮૫૫ ટન સોનું હતું. તેમાંથી ૫૧૦.૫ ટન સોનું દેશમાં રાખવામાં આવ્યું છે. વિદેશી મુદ્રા ભંડારના સંચાલન અંગેના તાજેતરના રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે.
આરબીઆઈ સપ્ટેમ્બર ૨૦૨૨ થી અત્યાર સુધીમાં ૨૧૪ ટન સોનું વિદેશમાંથી ભારત પરત લાવી ચૂકી છે. છેલ્લા કેટલાક સમયથી વિશ્વના અન્ય દેશોની સ્થિતિને ધ્યાનમાં રાખીને અને ખાસ કરીને ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ બાદ આરબીઆઈ અને ભારત સરકાર પોતાના હોલ્ડિંગને સુરક્ષીત કરવાનો પ્રયાસ કરી રહી છે.
ભારત સરકારનું પણ માનવું છે કે, આવી વૈશ્વિક પરિસ્થિતિમાં પોતાનું સોનું દેશની અંદર જ રાખવું વધુ સુરક્ષિત છે. સુત્રો જણાવે છે કે, ભારતનું ૩૨૪ ટન સોનું બેક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ફોર ઈન્ટરનેશનલ સેટલમેન્ટ્સમાં રાખવામાં આવ્યું છે. બેંક ઓફ ઈગ્લેન્ડ યુકે અને અન્ય કેન્દ્રીય બેંકોના સોનાના ભંડાર માટે સુરક્ષિત કસ્ટડી આપે છે અને તે ન્યુયોર્ક ફેડરલ રિઝર્વ પછીની કસ્ટોડિયન પણ છે. બુલિયન વેરહાઉસ વર્ષ ૧૯૬૭ માં બનાવવામાં આવ્યું હતું. તે પછી તેનું ઘણાં દેશોમાં વિસ્તરણ પણ કરવામાં આવ્યું છે.
આ જ વર્ષે મે મહિનામાં બ્રિટનથી એક લાખ કિલો સોનું ભારતમાં લાવવામાં આવ્યું હતું, તે દરમિયાન ૧૦૦ ટન સોનું ભારતમાં લાવવામાં નાણા મંત્રાલય આરબીઆઈ અને સ્થાનિક સત્તાવાળાઓ સહિત સરકારની અન્ય શાખાઓ વચ્ચે પરસ્પર સંકલન સામેલ હતું. સોનું લાવવાની સમગ્ર પ્રક્રિયાને સીક્રેટ રાખવામાં આવી હતી. આ સાથે જ સઘન સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. તેના માટે આરબીઆઈને કસ્ટમ ડ્યુટીમાં મુક્તિ આપવામાં આવી હતી.
કેન્દ્રને આ સાર્વભૌમ સંપત્તિ પરની આવક છોડી દેવી પડી હતી પરંતુ આયાત પર સંકલિત જીએસટીમાંથી કોઈ છૂટ નહોતી, કારણ કે ટેકસ રાજ્યો સાથે વહેંચવામાં આવે છે. ૧ લાખ ટન સોનું કોઈ સામાન્ય પ્લેનમાં ન આવી શકે તેથી ખાસ પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
મુંબઈના મિન્ટ રોડની સાથે સાથે નાગપુરમાં આરબીઆઈની જૂની ઓફિસ બિલ્ડીંગમાં સોનું રાખવામાં આવે છે. આ બંને સ્થળોએ કડક સુરક્ષા વ્યવસ્થા હોય છે. અહીં ર૪ કલાક સુરક્ષા જવાનો તૈનાત રહે છે. આવી સ્થિતિમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, બ્રિટનથી લાવવામાં આવેલું સોનું પણ અહીં જ રાખવામાં આવ્યું હશે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં નથી આવી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial