Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાત વર્ષે ડીલરોના કમિશનમાં વધારો પણ તેની ભાવો પર અસર નહીં:
નવી દિલ્હી તા. ૩૦: ટૂંક સમયમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા થવાના કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રીએ સંકેત આપ્યો છે. પેટ્રોલમાં રૂપિયા પાંચ અને ડીઝલમાં રૂ. ર ઘટી શકે છે.
કેન્દ્ર સરકારે દિવાળી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને ખાસ નિર્ણય લીધો છે. જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પાંચ રૂપિયા સુધીનો ઘટાડો થશે.
કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ મંગળવારે આની જાહેરાત કરી હતી. આવનારા દિવસોમાં દેશવાસીઓને મોંઘા પેટ્રોલ અને ડીઝલની કિંમતમાંથી રાહત મળી શકે છે. મંગળવારે કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ આ અંગે સંકેત આપ્યો છે.
હરદીપસિંહ પુરીના બ્લોગ પર એક પોસ્ટ છે જેના વિશે કહેવામાં આવી રહ્યું છે કે આવનારા વર્ષમાં દેશવાસીઓને મોંઘવારીથી થોડી રાહત મળી શકે છે. આવનારા દિવસોમાં પેટ્રોલની કિંમતમાં પાંચ રૂપિયાનો ઘટાડો જોવા મળી શકે છે, જ્યારે દેશમાં ડીઝલ બે રૂપિયા સસ્તુ થઈ શકે છે.
નવા વર્ષ પહેલા કેટલાક રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. આ સંકેત કેન્દ્રિય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ મંગળવારે કે ર૯ ઓક્ટોબર ર૦ર૪ ના આપ્યો હતો. પુરીની પોસ્ટ પછી ભારત પેટ્રોલિયમ લિમિટેડે પણ એક પોસ્ટ કરી છે, જેના કારણે શક્યતાઓ વધુ મજબૂત દેખાઈ રહી છે.
કેન્દ્ર સરકારે ડીલર કમિશનમાં સુધારો કરવાનો અને આંતર-રાજ્ય નૂર વહનને તર્કસંગત બનાવવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય પછી રિફાઈનરીઓ ટ્રેન અને રોડ દ્વારા સરળતાથી જોડાઈ જશે. જેના કારણે એક રાજ્યથી બીજા રાજ્યમાં તેલનો સપ્લાય સરળ બનશે. તેનાથી ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં કિંમતોમાં ઘટાડો થશે. આ નિર્ણય બુધવારથી ચૂંટણી રાજ્યો સિવાય સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે.
કેન્દ્રિય મંત્રીએ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું, 'ધનતેરસના શુભ અવસર પર પેટ્રોલ ડીલરોને તેલ કંપનીઓ દ્વારા આપવામાં આવી મોટી ભેટ. સાત વર્ષથી ચાલી રહેલી માંગણી પૂરી થઈ! ગ્રાહકોને સારી સેવાઓ મળશે, પરંતુ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થશે નહીં.'
આ નિર્ણયને ઉદાહરણ સાથે સમજાવતા કેન્દ્રિય મંત્રીએ લખ્યું, 'ઓડિાના મલકાનગિરમાં કુન્નાપલ્લી અને કાલીમેલામાં પેટ્રોલની કિંમતમાં અનુક્રમે ૪.૬૯ રૂપિયા અને ૪.પપ રૂપિયાનો ઘટાડો થશે, જ્યારે ડીઝલના ભાવમાં અનુક્રમે ૪.૩પ રૂપિયા અને ૪.૩ર રૂપિયાનો ઘટાડો થશે. તેવી જ રીતે છત્તીસગઢના સુમામાં પેટ્રોલની કિંમતમાં ર.૦૯ રૂપિયા અને ડીઝલની કિંમતમાં ર.૦ર રૂપિયાનો ઘટાડો થશે.'
ડીલર કમિશનમાં વધારો થવાથી લગભગ ૭ કરોડ નાગરિકોને વધુ સારી સેવાઓ મળશે. છેલ્લા સાત વર્ષથી પડતર રહેલી આ માંગની પરિપૂર્ણતા પેટ્રોલ પંપ ડીલરો અને દેશભરના ૮૩,૦૦૦ થી વધુ પેટ્રોલ પંપ પર કામ કરતા લગભગ ૧૦ લાખ કર્મચારીઓના જીવનમાં ખુશી અને આનંદ લાવશે.
સરકારની આ જાહેરાત પછી હિન્દુસ્તાન પેટ્રોલિયમે સશ્યલ મીડિયામાં પોસ્ટ કરીને લખ્યું, 'દિવાળીના શુભ અવસર પર ૩૦ ઓક્ટોબર ર૦ર૪ થી લાગુ ડીલર કમિશનમાં સુધારાની જાહેરત કરીને ખુશ છે. આનાથી પેટ્રોલ અને ડીઝલની છૂટક વેંચાણ કિંમત પર કોઈ વધારાની અસર નહીં પડે.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial