Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના જાહેર માર્ગો પરથી રેંકડી-પથારા હટાવાયા

રેંકડી-માલસામાન જપ્તઃ ફટાકડાનો એક ગેરકાયદે સ્ટોલ દૂર કરાયો

જામનગરમાં દિવાળીના તહેવારો દરમિયાન બજારમાં બેકાબુ ગીર્દી જોવા મળી રહી છે. બીજી તરફ ધંધાર્થીઓ જાહેર રોડ ઉપર ધંધો પાથરી દેતા હોવાથી ટ્રાફિક સમસ્યા સર્જાતી હોવાની ગઈકાલે પણ મહાનગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ કરવામાં આવી હતી. જેમાં કેટલોક માલસામાન પણ જપ્ત કરાયો હતો. દિવાળીની બજારમાં અસર જોવા મળી રહી છે. ખરીદી કરવા લોકો બજારમાં ઉમટી રહ્યા છે. આથી ટ્રાફિક સમસયા ઊભી થવા પામે છે. ગઈકાલે પણ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના અધિકારી એન.આર. દિક્ષિતની આગેવાનીમાં અન્ય અધિકારી યુવરાજસિંહ ઝાલા, અનવર ગજણ વગેરે દ્વારા દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. બર્ધનચોકમાં જાહેર રોડ ઉપર ઊભી રખાયેલી રેંકડી કબજે કરવામાં આવી હતી. ઉપરાંત ફટાકડાના છ સ્ટોલનો માલસામાન કબજે કર્યો હતો, જ્યારે ૩ થી ૪ અન્ય સ્ટોલ ત્યાંથી ઉપડાવી લેવાયા હતાં, જ્યારે ૧૦ થી ૧પ પથારાવાળાનો સામાન પણ કબજે લેવાયો. આ દબાણ હટવા ઝુંબેશ બર્ધનચોકથી સેન્ટ્રલ બેંક રોડ, હવાઈચોકથી દિગ્વિજય પ્લોટ થઈ ઓશવાળ હોસ્પિટલના માર્ગ સુધીમાં કરવામાં આવી હતી. આ ઉપરાંત પી.એન. માર્ગ જાહેર રોડ ઉપર એક ફટાકડાનો સ્ટોલ ગેરકાયદે ખડકી દેવાયો હોવાથી તેને પણ દૂર કરાયો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh